SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન નિમક નિયમક એટલે પરવાનગીવાળી ચીજોને પસાર થવા દેનાર અધિકારી.૨૧ ગ્રામ-વહીવટમાં આ ઉપરાંત બલોધિકૃત, ખેતમંત્રી (મહેસૂલી અધિકાર) વગેરેના પણ નિર્દેશ થયેલા છે ચૌલુક્યકાલીન અભિલેખોમાં પંચકુલને નિર્દેશ થયેલ છે. પંચકુલ એટલે પાંચ અધિકારીઓથી બનેલું મંડલ. આ પંચકુલના સભ્યને “પંચકુલિક” એટલે કે પંચોળી કહેવામાં આવતું.પર આ પંચકુલની નિમણૂક રાજા દ્વારા થતી હતી.૫૩ આ પંચકુલને નિર્દેશ ખાસ કરી સૌરાષ્ટ્રમંડલના અભિલેખમાં સ્થાનિક વેચાણ તથા વહીવટના સંદર્ભમાં થયેલે છે.પ૪ સ્થાનિક વહીવટમાં પંચકુલને ઘણું પ્રકારની ફરજ બજાવવાની રહેતી. દા. ત. અપુત્રિકાધન જપ્ત કરવાને કાયદો હતા ત્યારે એ પંચકુલને સોંપવામાં આવતું. આ ઉપરાંત મહેસૂલ કે યાત્રાવેરે વસૂલ કરવાનું. બાંધકામની દેખરેખ રાખવાનું તેમજ જીવહિંસાની મનાઈને કાયદાનું પાલન કરવાનું કામ પંચકૂલનું રહેતું;૧પ જેમકે ભીમદેવ ૨ જાના સમયમાં વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)ના લેખમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાના મહાપ્રતિહાર સેમરાજદેવે વામનસ્થલીમાં પંચકુલેની મંજૂરી લીધી હતી. વિહીવટી વિભાગે અને પેટા વિભાગે - ચૌલુક્યરાજ્યમાં તળગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ. અને પશ્ચિમ માળવા વગેરેને સમાવેશ થયેલ હતું. આવડા મેટા વિશાળ રાજ્યમાં વહીવટ માટે ચક્કસ પ્રકારની વ્યવસ્થા કરેલી હોય એ સ્વાભાવિક છે. આ માટે રાજ્યને અનેક વહીવટી વિભાગ તથા પેટા વિભાગમાં વહેંચવામાં આવેલું હતું. અભિલેખોમાંથી આ અંગે કેટલીક સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. (ક) દેશ ચૌલુક્યકાલીન અભિલેખેને આધારે જાણી શકાય છે કે આ કાલ દરમ્યાન વહીવટી એકમ તરીકે દેશને જૂજ પ્રમાણમાં ઉપયોગ થયેલ છે. જે બે લેખમાં એનો ઉલ્લેખ થયેલ છે તેમાં લાટ દેશને ઉલ્લેખ કર્ણદેવ ૧ લાના વિ. સં. ૧૧૩૧ (ઈ. સ. ૧૦૭૪)ના તામ્રપત્રમાં અને બીજો ભીમદેવ ૨ જાના વિ. સં.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy