SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યતંત્ર ૧૧૭ મહાક્ષપટલિક અને મહાસંધિવિગ્રહક - અભિલેખોમાં આ બે અધિકારીઓનો ઉલ્લેખ વારંવાર થયેલું જણાય છે. રાજશાસનના દૂતક તરીકે લગભગ મહાસંધિવિગ્રહકનો અને દાનશાસન લખનાર તરીકે મહાક્ષપટલિક કે અક્ષપટલકનો ઉલ્લેખ થયેલું છે. સંધિ અને વિગ્રહને લગતાં ખાતાંઓનો વડો “મહાસંધિવિગ્રહક' હતો. અન્ય રાજ્ય સાથેના રાજકીય સંબંધે સુધારવાનું કામ એનું રહેતું હતું. ભીમદેવ ૧ લાના સંધિવિગ્રહક તરીકે દામોદર હતો. એને લગતા વિવિધ પ્રસંગેનો પ્રબંધચિંતામણિમાં ઉલ્લેખ થયેલ છે.૨૨ સિદ્ધરાજ જયસિંહના દાહોદના શિલાલેખને આધારે જણાય છે કે ક્યારેક પ્રતીહાર પણ દૂતક તરીકેનું કામ કરતે. ભીમદેવ ૧ લાના. વિ. સં. ૧૦૮૭ના લેખને આધારે જણાય છે કે એને સંધિવિગ્રહક ચંડશ હતો. મહાક્ષપટલિકનું કાર્ય દાનશાસનનું લખાણ તૈયાર કરવાનું રહેતું. આ ખાતાના અધિકારી તરીકે મોટા ભાગે કાયસ્થની નિમણૂક કરવામાં આવતી હતી. આ અધિકારીનું નામ દાનપત્રોના લેખક તરીકે પણ અપાયું છે. તેથી તેને રાજ્યલેખાધિકારી’ પણ કહી શકાય. ગુજરાતી ભાષાનો પટેલ અને મરાઠી ભાષાને પાટિલ' શબ્દ આ “પટલિક ઉપરથી આવ્યો હશે એમ જણાય છે. ગામડામાં રાજ્યને પત્ર-વ્યવહાર કરનાર “પટલિકકહેવાતો હશે.૨૪ મહામુદ્રામાન્ય ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯)ના શિલાલેખમાં દાભૂનો મહામુદ્રામાત્ય તરીકે ઉલ્લેખ થયેલું છે, જ્યારે એના વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)ના તામ્રપત્રમાં જનદેવને સેરઠના “મહામુદ્રામાત્ય' તરીકે ઉલ્લેખ થયેલું છે. - આ અધિકારીનું મુખ્ય કાર્ય કદાચ પ્રજાનાં ખતપત્રોને સરકારી સંમતિ આપવામાં જુદી જુદી મહોરછાપ મારવા માટેનું પણ હશે. આ અધિકારીઓ પ્રાંત(મંડલ)નાં મુખ્ય મથક માં રહેતા હશે. અન્ય અધિકારીઓ | વિ. સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૫)નું અજયપાલના સમયનું દાનશાસન, દંડનાયક, દેશ–ઠક્કુર, અધિષ્ઠાનક, કરણપુરુષ, શય્યાપાલ, ભદ્રપુત્ર વગેરે રાજપુર તથા બ્રાહ્મણોને ફરમાવવામાં આવ્યું હતું. આમાં “દંડનાયક’ એટલે બેલાધ્યક્ષ –સેનાધ્યક્ષ થાય. અન્ય અધિકારીઓનું પણ અભિધાન થયું છે. દેશકકુકર
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy