SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યતંત્ર આ પૂર્વે ચૌલુક્યકાલીન અભિલેખોને આધારે આ કાલના રાજવંશની રાજકીય પરિસ્થિતિનું અવલોકન કર્યું. એ પરથી સ્પષ્ટ થાય છે કે ચૌલુક્યોના: સમય દરમ્યાન ગુજરાતને વિસ્તાર વર્તમાન ગુજરાતની સીમાથી પણ વધું થયા હતે. આટલા મોટા રાજ્યની આબાદીને મુખ્ય આધાર સુયોજિત અને કાર્યક્ષમ રાજ્યતંત્ર પર નિર્ભર રહેતા. ચૌલુક્યોએ પિતાના રાજ્યતંત્રને આ માટે વિકાસ કર્યો હતો. તેમણે આ રાજ્યતંત્રને પ્રયોગ પોતાની સીધી હકૂમતવાળા પ્રદેશોમાં કર્યો હતો. અહીં અભિલેખેને આધારે રાજ્યતંત્ર વિશે મળતી માહિતીનું વિહંગાવલન પ્રસ્તુત છે. રાજ રાજા રાજ્યને સર્વોપરિ હતા. એ દરેક પ્રકારના હક ધરાવતે. ચીલુંછ્યુંરાજ્યની શરૂઆતમાં રાજા મહારાજાધિરાજ' બિરુદ ધારણ કરતે હતો. ૧ સમય જતાં એ “પરમભટ્ટારક” “મહારાજાધિરાજ” અને “પરમેશ્વર” એમ ત્રણેય બિરુદ ધરાવતો થયો. કેટલાક રાજાઓ એમનાં વિવિધ પરાક્રમોને આધારે વિશિષ્ટ બિરુદ પણ ધારણ કરતા; જેમકે કર્ણદેવ ૧ લાએ “ૌલેક્યમલ્લ, જ્યારે કુમારપાલે “અપરાજન” રાજનારાયણ”, “લક્ષ્મીસ્વયંવર”, “ઉમાપતિવરલબ્ધપૌઢપ્રતાપ”, “ઉમાપતિવરલબ્ધપ્રસાદ”, “પરમમાહેશ્વર”, “પરમભટ્ટારક” વગેરે, જ્યારે સિદ્ધરાજ જયસિંહે લેગડ”, “સિદ્ધચક્રવતી, “અવંતીનાથ”, અને “બર્બરકજિષ્ણુ”, જ્યારે ભીમદેવ ૨ જાએ “અભિનવ સિદ્ધરાજ', “બાલનારાયણવતાર અને સપ્તમચક્રવતી” અને સિંહ ર એ “એકાંગવીર”, “એકાંગવીરતિલક”, “અભિનવસિદ્ધરાજ જેવાં બિરુદ ધારણ કરેલાં છે. સામંતનાં બિરુદે સામંત રાજવીઓ “મંડલેશ્વર” કે “મહામંડલેશ્વર” તરીકે ઓળખાતા.. કયારેક એઓ માંડલિક” પણ કહેવાતા. ક્યારેક તેઓ “મહામાંડલિક” પણ
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy