SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 1 * * * રાજકીય સ્થિતિ સમકાલીન રાજે ૧૦૯ (૩) જાલેરની શાખા - આ શાખાના સ્થાપક તરીકે કેલ્હણને ભાઈ કીતિપાલ હતો. એ પછી તેને પુત્ર સમરસિંહ ગાદીએ આવ્યું. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૬૩ (ઈ.સ. ૧૨૦૬) ના તામ્રપત્રના આધારે જણાય છે કે આ સમરસિંહે તેની પુત્રી લીલાદેવી ભીમદેવ ૨ જ વેરે પરણાવી હતી. ૭, સમરસિંહ પછી તેના પુત્ર માનવૃસિંહ અને ઉદ્યસિંહ સત્તા પર આવ્યા. ઉલ્યસિંહ પછી તેને પુત્ર ચાસિંગ, તે પછી સામંતસિંહ, કાન્હડદેવ અને તેને પુત્ર વીરમ સત્તા પર આવ્યા હતા. આ વીસ્મને મુસલમાને હરાવી તેના પ્રદેશને દિલ્હી સલ્તનત સાથે જોડી દીધો હતો.૯૯, ૧૨ ગોવાને કદબ વંશ આ વંશને મૂળ સ્થાપક મયૂર શર્મા હતે. સમુદ્રગુપ્તની ચડાઈ વખતે, દક્ષિણમાં પ્રસરેલી અવ્યવસ્થાને લાભ લઈ ગેવાની આસપાસને છેડે પ્રદેશ કબજે કરી બનવાસી (જિ. શિમેગા, મૈસૂર) ને રાજધાની બનાવી ત્યાં સત્તા આ વંશની સ્થપાઈ હતી.૮૮ આ વંશના પ્રથમ રાજવી તરીકે કટકાચાર્ય કિંવા ષષ્ઠ ૧ લા (ઈ. સ. ૯૬૬–૯૮૦)ને ગણવામાં આવ્યો છે. આ રાજવીનું શાસન પહેલાં કોંકણમાં હતું, પરંતુ પાછળથી તેણે ગાવામાં રાજધાની સ્થાપી હતી. વર્ષ ૧ લા પછી આ વંશમાં નાગવર્મા, ગૂહલ્લદેવ અને ષષ્ઠરાજ કે ષષ્ઠ ૨ જે થયા હતા. ગષ્ઠ. ૨ જે ઈ. સ. ૧૦૦૫ થી ૧૦૫૦ સુધી સત્તા પર રહ્યો. ષષ્ઠદેવ ૨ જાનું શક સં.. ૯૬૪ (ઈ. સ. ૧૦૪૨) નું એક તામ્રપત્ર ગણદેવીમાંથી પ્રાપ્ત થયું છે.” પષ્ટદેવ પછી જ્યકેશી ૧ લે સત્તા પર આવ્યે હતો. તેણે તેની પુત્રી મયણલ્લાનાં લગ્ન ચૌલુક્ય રાજવી કર્ણદેવ ૧ લા વેરે કર્યા હતાં, જેનાથી સિદ્ધરાજ જ્યસિંહને જન્મ થયો હતો. આ જયુકેશી ૧ લાએ લાટ પર પણ ચડાઈ કરી હતી.૯૨ તેના પછી તેને પુત્ર ગૂહલ્લદેવ ૩ જો, એ પછી તેને ના ભાઈ વિજ્યાયિ અને પછી તેને પુત્ર જયકેશી ર જે સત્તા પર આવ્યા હતા. ' ''
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy