SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય સ્થિતિ ઃ સમકાલીન રાજે ફલિત થાય છે કે સિદ્ધરાજે તેને કેદ પકડીને પિતાની પિતામહી ઉદયમતીના સગપણના નાતે તેને છોડી દીધું હોય અને પછી એ ચૌલુક્યોનું આધિપત્ય સ્વીકારીને વશવતી રહેશે તેવી ખાતરી પડતાં તેને સોરઠને વહીવટ સોંપે હોય અને શેભનદેવને ત્યાંથી બીજે હરાવ્યું હોય. આ ફેરફાર ઈ. સ. ૧૧૨૫ પછી બે ત્રણ વર્ષ થયા હોય તે ખેંગારને સોરઠની પુનઃ પ્રાપ્તિ માટે ઈ. સ. ૧૧૧૩– ૧૪ થી ઈ. સ. ૧૧૨૭–૨૮ જેટલે અર્થાત ઓછામાં ઓછાં ૧૦ થી ૧૫ વર્ષનો સમયગાળે મળે . ખેંગારે ચૌલુકોનું આધિપત્ય સ્વીકાર્યું હોય તે જ તેને સત્તા પુનઃ પ્રાપ્ત થઈ હોય. - અહીં એક મુદ્દો લક્ષમાં લેવું જોઈએ કે સેરઠ(જિલ્લે જૂનાગઢ)ના છેડા લેખમાં૧૨ સિંહ સંવતનાં ૩૨ થી ૧૫૧ નાં વર્ષો પ્રજાયેલાં મળે છે. આ લેખમાં સિંહ સંવતની સાથે વિક્રમ સંવત અને વલભી સંવતનાં વર્ષો પણ આપેલાં હોવાથી સિંહ સંવત ઈ. સ. ૧૧૧૩ કે ૧૧૧૪માં સ્થપાયો હોવાનું જણાય છે.૧૩ આ સંવત કેવળ સોરઠ પૂરતે જ સિમિત રહ્યો હોવાથી એ સંવત કોણે શરૂ કર્યો એ બાબતે ભારે મતભેદ પ્રવર્તે છે. શ્રી રાયજાદાને મતે ૧૪ આ સંવત વસ્તુતઃ રા'ખેંગારે પિતે જ ચલાવ્યા હતા અને તેથી જ તે સોરઠમાં પ્રચલિત થયે હતું, પરંતુ આ મંતવ્ય સ્વીકાર્ય બન્યું નથી. વધુ સંભવિત તે એ છે કે સિંહ સિદ્ધરાજે સેરઠવિજ્યની સ્મૃતિમાં આ સંવત ચલાવ્યો હોય અને એ રીતે જોઈએ તે સિદ્ધરાજે સોરઠ વિજ્ય ઈ. સ. ૧૧૧૩ કે ૧૧૧૪માં કર્યો હોવાનું જણાય.૧૫ - રા'ખેંગાર પછીથી સોરઠ પર રા'ખેંધણ ૩ જે (ઈ.સ. ૧૧૩૬–૧૧૪૦), રા'કવાત રે જે (ઈ.સ. ૧૧૪૦–૧૧૫૨), રા' જયસિંહ ૧ લે (ઈસ ૧૧૫૨-૧૧૮૦), રા’ રાયસિંહ (ઈ.સ. ૧૧૮૦–૧૧૮૪), રામહીપાલ ૨ જે (ઈ.સ. ૧૧૮૪–૧ર૦૧), રાયમલ (ઈ. સ. ૧૨૦૧-૧૨૩૦), રા'મહીપાલ ૩ જે (ઈ. સ. ૧૨૩૦–૧રપ૩) રા'ખેંગાર ૩ જે (ઈ. સ. ૧૨૫૩–૧૨૬૦), રા'માંડલીક ૧ લે (ઈ. સ. ૧૨૬૯૧૩૦૬) વગેરે રાજાઓ થયા હતા, જેમના વિશે કેઈ અભિલેખિક વિગતો પ્રાપ્ત થતી નથી. ૩. જેઠવા વંશ - પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સૈધવ વંશના રાજાઓએ ઈ. સ. ૭૩૫ થી ઈ. સ. ૯૨૦ દરમ્યાન રાજ્ય કર્યું હતું. આ સેધોની-સજધાની ઘૂમલીમાંથી રાણક બાલ્કલદેવનું વિ. સં. ૧૦૪૫ (ઈ. સ. ૯૮૯)નું તામ્રપત્ર૬ પ્રાપ્ત થય
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy