SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજાનું રહસ્ય ૩૫૫ સંપ્રદાય, મન કે પંથેના નામે દેવતાઓ ઉપરથી જ પ્રવર્તે છે. આ જ કારણથી સૌથી પકેલો દેવતાને નિશ્ચપ થવાની ખાસ જરૂર છે. શુદ્ધ દેવ નહિ તે શુદ્ધ ગુરુ પણ નહિ, જે તમે દેવનો નિશ્ચય ન કરી શકે અને શુદ્ધ દેવતાને ન મેળવી શકે, તે તમે શુદ્ધ ગુરુને પણ મેળવી શકવાના જ નથી કારણ કે શુદ્ધ દેવતાઓ જે આચાર કહી ગયા છે તે જ આચારને શુદ્ધ ગુરુએ પાળે છે અને તે જ શુદ્ધ ગુરુ કહેવાય કે જે ગુરુઓ શુદ્ધ દેવે કહેલા આચારોને જ પાળે છે. હવે શુદ્ધ ધર્મ કેને કહે તેને વિચાર કરી લઈએ. શુદ્ધ દેવાએ જે આચર કહ્યો છે તેને જ આપણે શુદ્ધ ધર્મ કહીએ છીએ. આ સઘળા ઉપરથી તમે સહેજે જાણી શકશે કે શુદ્વ દેવ એ શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મને સ્વરૂપનું અસ્તિત્વ છે. ગુરુ અને ધર્મ એ બંને તોને આધાર જોઈએ તે તે દેવતત્વ ઉપર જ અવલબેલે છે. હવે તમે સહેલાઈથી સમજી શકશે કે જે ધર્મ અને ગુરુ એ બંનેનો આધાર દેવતત્ત્વ ઉપર જ છે, તે તે દેવતવ જ શુદ્ધ શોધવું જોઈએ અને સૌથી પહેલો નિશ્ચય દેવતત્વને જ થવે એ વાસ્તવિક અને જરૂરી છે. મી સારું છે તે ફળ સારું ! તમે જાણે છે કે જે વૃક્ષનાં મૂળિયાં સશકત અને યોગ્ય છે તે જ વૃક્ષનાં ફળ પણ સારાં નીપજે છે. જે મૂળિયાં સડી ગયેલાં હેય તે તે વૃક્ષ અને તેનાં ફળો પણ નકામાં જ થાય છે. એ જ ન્યાયે ધર્મ અને ગુરુને જેના ઉપર આધાર છે એવાં દેવતવે ને પહેલે નિર્ણય થ એ જરૂરી વસ્તુ ઠરે છે..-જે દેવ અવ્યવસ્થિત હોય અને અર્થહીન હોય તો તેને પરિણામે ગુરુ અને ધર્મ એ બંને મત પણ તેવાં જ અવ્યવસ્થિત અને મિથ્યાત્વથી ભરેલાં જ રહેબવાનાં. ગુરુ અને ધર્મ તત્ત્વની શુદ્ધતા દેવતત્વ ઉપર જ અવલંબેવી છે અને તેથી જ સૌથી પહેલાં શુદ્ધ દેવતત્ત્વને નિશ્ચય કરે એને જ શાસ્ત્રકાર મહારાજાઓએ ગ્ય માન્ય છે. ગુરુદેવને આધ ૨
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy