SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ હું કોણ? ૩૩૫ ભણવા મોકલે એટલે વિદ્યા અને વિદ્યાર્થીને જ ઝંખે છે, અને પિતાના ભાઈબંધો અને મેજમજાહ મળી એટલે તેમાં જ દુનિયા પૂરી થઈ છે એમ સમજે છે. હવે પરણે છે. પરણ્યા પછી સ્ત્રીપુત્રાદિની ઉપાધિવાળે થયો એટલે તેને જ ઝંખે છે, અને આખરે મૃત્યુશય્યાએ પડે છે, ત્યાં પણ આ શરીરજીવનને જ ઝંખે છે. માંદા પડે છે તે આરોગ્યને ઝંખે છે : આરોગ્ય મળ્યું તે વિષયોને ઝંખે છે. વિષયે મળ્યા છે તેથી મળતા પગલિક લાભને ઝંખે છે ? એક લાભ મળે તે બીજે લાભ વિચારે છે પરંતુ – આ આતમા આખી જિંદગીમાં એક પણ પી એવી મેળવતે નથી કે જે સમયે તેણે પિતે પિતાને ઝંખીને એમ વિચાર્યું હોય કે હું કોણ છું ? પિતાને વિચાર કર્યો ? આ આત્માએ આખી જિંદગીભર જીવન ધારણ કરીને સમયે સમયે પિસા–ટકાને, સ્ત્રીપુત્રાદિને, માલમિલકતને અને ધંધાપાણીને જ વિચાર કર્યા કર્યો છે. પરંતુ તેણે એક પણ વખતે પિતાને ઝંખે નથી. તેણે એ વિચાર કદી પણ કર્યો નથી કે હું કોણ છું? અને મારું આ જગતમાં શું થવાનું છે! તેણે એવો સ્વને પણ ખ્યાલ કર્યો નથી કે હું આ સંસારમાં શું લઈને આવ્યું હતું? અને શું મેળવ્યું છે? અને શું ગુમાવ્યું છે! જે આત્મા પોતે પિતાના જ વિચાર વિનાને છે તે બેદરકાર શેઠની માફક અધોગતિએ જ જાય છે ઉડાઉ માણસ-જુગારીઓ હમેશાં પોતાની કોથળી સામે જેતો નથી. પરંતુ કેટલે ખરચે કરવાનું છે તે જ વાત તપાસે છે, પરંતુ તેની એ રીતભાતનું પરિણામ એ આવે છે કે છેવટે તે દેવાળું જ કાઢે છે! આત્મા પણ આ ઉડાઉ અને દેવાળિયે જ છે. તે પિતાનું આયુષ્ય રોજ રોજ ધર્મારાધન કર્યા વિના ભેગવ્યે જાય છે, પરંતુ “હવે પછી શું” એવો પ્રશ્ન કદી તેના અંતરમાં ઊઠતે જ નથી !! હવે આ દેવાળિયે લાહા-નાદારી લે તેમાં તેને દોષ કે બીજાને દોષ? -
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy