SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ હoo - આનંદ પ્રવચન દર્શન છાયાને વસ્તુ સાથે ભેળવી દેતા નથી, કારણ કે તેઓ જાણે છે કે એ મૂર્ખાઈ જ છે. જમાલિની દિક્ષાને વિચાર કરે. જમાલિ એ વિશાળ દેશના રાજાને પુત્ર હતું તેની છાયા બીજા પાંચ રાજકુમાર ઉપર પડતી હતી. આ જમાલિ રાજકુમારે દીક્ષા લીધી એટલે તેની સાથે પાંચ મિત્ર રાજકુમારો પણ દીક્ષિત થયા હતા. જમાલિ મેટા કે મહાવીર ? હવે રિલેકનાથ ભગવાન્ મહાવીર સ્વામીની દીક્ષાની વાતને વિચાર કરે. ભગવાન શ્રી મહાવીર સ્વામીની સાથે કેટલાય રાજકુમાર હતા. આ રાજકુમારેએ અઠ્ઠાવીસ વર્ષ સુધી મહાવીરસ્વામીની સેવા કરી હતી, પરંતુ જ્યાં ભગવાન દીક્ષા લેવાને માટે તૈયાર થયા કે તેમની એ તૈયારી સાંભળીને પેલા સેવામાં પહેલા શ્રેણિકાદિ રાજપુત્રો અઠ્ઠાવીસ વર્ષને નેહ છોડીને ભાગી ગયા ! ભગવાન શ્રી મહાવીર દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે તેમની સાથેના રાજકુમારો ભાગી જાય છે, પરંતુ રાજકુમાર જમાલિ દીક્ષા લે છે ત્યારે તે તેની સાથે - પાંચસે રાજકુમાર દિક્ષા લેવાને તૈયાર છે તે હવે આપણે કેને મેટા ગણવા? ભગવાન શ્રી મહાવીરને કે રાજકુમાર જમાલિને ? . શાસ્ત્રકારોએ જમાલિને મોટા ગણ્યા નથી, પરંતુ ભગવાન્ શ્રીમાન મહાવીરદેવને જ મોટા ગણ્યા છે એનું કારણ એ છે કે વિદ્યમાન દશા એ જ માત્ર ધ્યાનમાં લેવાતી હેઈ આગલી દશા અથવા - અવસ્થાઓ ધ્યાનમાં લેવાની જ નથી. વિદ્યમાન અવસ્થા જ જેવાની છે. જમાલિએ તે માત્ર દીક્ષા જ લીધી અને તેઓ એક સમર્થ - સાધુ-આચાર્ય થઈ શક્યા પરંતુ ભગવાન્ શ્રી મહાવીરદેવે તે માત્ર દીક્ષા જ લીધી એટલું જ નહિ પરંતુ મેક્ષમાર્ગના દર્શક થઈ . તીર્થંકરપણું મેળવ્યું. હવે જે ધર્મક્ષેત્રમાં પણ પૂર્વગતિ જ સ્મરણમાં લેવામાં આવતી હતી તે ભગવાન મહાવીર સાથે એક પણ રાજકુમાર દીક્ષા લેવા તૈયાર થયું ન હતું જ્યારે રાજકુમાર જમાલિ સાથે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy