SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દેવની આરાધના ૧૭, કરના સિદ્ધાંત ત્રિકાળાબાધિત છે. અને તેથી તે સિદ્ધાંતે સદાકાળ એકસરખા રૂપે અવાજ કરી રહ્યા છે કે હમણું પાપ કરે, પૂર્વે કરો કે ભવિષ્યમાં કરા પણ પાપ તે પાપ અને પુણ્ય તે પુણ્ય રૂપે જ રહેશે. તેમજ પાપને હમણું રેકે પૂર્વે રોકે, કે ભવિષ્યમાં રોકો તે લાભદાયી જ છે. આ ઉપરથી ભગવાનના સિદ્ધાંત એટલા બધા વ્યવહારુ છે કે એકવીસ હજાર વર્ષમાં કેઇપણ પ્રાણ લાભ પામ્યા વગર રહે જ નહિ. જૈનશાસન એટલે વસ્તુત:- જીવાદિતને શિખવનાર વિશિષ્ટ शासन अथवा शासयति जीवाजीवादिपदार्थान् इति शासनम् शास्यते અને રૂતિ = શાસનં. દીપકની ફરજ અજવાળું કરવાની છે, તેમ જિનેશ્વરોની ફરજ કથન કરવાની છે. કથન કર્યું એટલે જવાબદારી પૂરી થઈ. જેમ દીવો સાપને દેખાડી દે પછી બચવાનું કામ તમારું પિતાનું, તેવી રીતે શાસનનું કામ સત્ય પદાર્થ બતાવી દેવાનું છે. સત્ય પદાર્થની પ્રરૂપણું કરી એટલે શાસનની જવાબદારી પૂરી થઈ. - સહકાર વગર સાધ્ય સિદ્ધ કર્યું. શંકા–જીવાજવાદિ પદાર્થ કહેવામાં શ્રી તીર્થક અને સામાન્ય કેવળીઓ એકસરખા છે, છતાં તીર્થકરના નામે શાસન કેમ ચઢયું ? જગતના તમામ ભાવ બને એકસરખા જાણે છે, બંનેમાંથી કઈ એક પણ પદાર્થને ઓછોવત્તો જાણી શકતા નથી છતાં ફરક કેમ ? અને જે ફરક ન હોય તો કેળવી શાસન ! સર્વજ્ઞ શાસન ! એમ કહો. સમાધાનગુણેની અપેક્ષાએ કેવળી શાસન, સર્વજ્ઞ શાસન કહી દઈએ એટલે કેળવજ્ઞાનની વિશિષ્ટતાના અંગે કહી દઈએ તે વાત જૂદી છે પણ સર્વજ્ઞ શાસન કહેવામાં ખાસ મુદ્દો એ છે કે શ્રી તીર્થકરોમાં રહેલું સવજ્ઞપણું સ્વીકારીને સામાન્યમાં વિશેષને આરોપ કરીએ છીએ. સર્વજ્ઞ શબ્દ સામાન્ય હોવા છતાં આવી જગ્યાએ વિશેષ્ય રૂપે વપરાય છે. તમારા પ્રશ્નનું એ સમાધાન છે કે જેમ એક અંધારી ગુફામાં ભરચક માનવમેદની ઊભરાઈ રહી છે. તે ગુફામાં અત્યંત ગાઢ અંધારું હેવાથી પરસ્પર એકબીજાને જોઈ શકતા નથી.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy