SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શા ની એટલે તરી શકે અને તારી શકે [ કષાયોનું પાતાળપણું, દાનસચિ, મધ્યમ ગુણોની પ્રાપ્તિ વગેરે સદ્ગુણોથી મનુષ્યપણું મળી શકે છે. પુણ્ય-પાપ આપણે લાવી કે કાઢી શકતા નથી. પણ પુણ્ય અને પાપનાં બંધ થવાનાં કારણેને સ્વીકારીએ તે પુણ્યપાપ આપોઆપ બંધ થાય છે. આ જીવ મેહમાયાની મદિરામાં એ મસ્ત બને છે કે સ્ત્રી, પુત્ર, સંપત્તિ બધાને દેખે છે પણ પિતાને ઓળખતા નથી. કસ્તુરી મૃગ કસ્તુરી માટે દોડાદોડ કરે છે. પણ કસ્તુરી પિતાની આ પાસે છે, તેને ખ્યાલ તેને નથી. તેમ જીવ પુણ્ય-સુખ માટે ધમપછાડા મારે આ છે, પણ સુખનાં સાધને પોતાનામાં છે તેનું ભાન તેને નથી. અપલક્ષણ મેળવવા નિશાળે રાખવી પડતી નથી. સારાં લક્ષણો માટે જ નિશાળની જરૂર છે. જીવને ઠેકાણે લાવવા માટે જ જિનેશ્વરને ઉપદેશની આ જરૂર છે. જીવનમાં ભાવદયા ન આવે ત્યાં સુધી ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા' જેવું છે. - માનવભવ દુર્લભ છે. આ ભવમાં જ ઉદ્ભરવાને માર્ગ મેળવી શકાય I તેમ છે. પાપથી દૂજે તે પણ માનવભવ સાર્થક છે. જ્ઞાની છે કે જેને આત્મામાં જ્ઞાન પરિણમ્યું હેય] ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः। स्वयं तीर्गा भवाम्भोधेः परांस्तारयितुं क्षमः ॥ જેવું કારણ તેવું કાર્ય શાસ્ત્રકાર મહારાજા શ્રીમન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી ભવ્યજીના ઉપકાર માટે અષ્ટકજી નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે સંસાર એ એક સમુદ્ર છે: સમુદ્રમાં
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy