SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપિપાસા લઈને મસજદ બંદરના પુલ સુધી આવીને એક જાહેર રસ્તાના શાંત પ્રકાશ પાડતા મ્યુનીસીપાલીટીના દીવા પાસે બેસીને કલાક સુધી વાંચવામાં તલ્લીન બની જતે. આસપાસની દુનિયા તથા દેડા દેડ કે પાસેના સ્ત્રીપુરુષોના વાદ વિવાદ તેના જેવા કે સાંભળવામાં આવતા નહિ અને જાણે બાળપણમાં સામાયિકને યોગ માંડયો હોય તેમ બે-ત્રણ ઘડી એક ચિત્ત વાંચીને તે નિયમ પ્રમાણે ઘેર જતે અને રસ્તામાં પણ વાંચનનું ચિંતન ચાલુ રહેતું. - નિયમિત આવનાર અને વાંચનમાં તલ્લીન થનાર કુમાર બધાને એ તે પ્રિય થઈ પડ હતું કે કોઇ કારણવશ જે તે ન આવી શકતે તે બધા તેને માટે ચિંતા કરતા. અરે જાહેર સલામતીના ચેકીદાર સીપાઈઓ પણ તેને માટે ભારે હમદર્દી દાખવતા અને આ બધામાંથી આપણે કુમાર માનવપ્રેમના મંત્ર શીખતે અને ધર્મની જોત જગમગતી રાખવા ધર્મ સત્ર-મંત્ર અને સિદ્ધાંતે જીવનમાં જડી લેવા પ્રયત્ન કરતે. એક ન સીપાઈ ફરતો ફરતો પૂલ ઉપર આવી ચડ્યો. આપણા ચરિત્રનાયક કુમારને વાંચવામાં લીન થયેલ જોઈ જ રહ્યો. પાસે આવીને પૂછયું. ભાઈ ! તું કયાં રહે છે?” જી! હું લાલવાડી રહું છું.” તું ત્યાંથી ચાલીને આવે છે ભાઈ !”
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy