________________
(૧૬)
પંડિત લાલન
પઘસિંહને વિનંતિ કરી કે લકમીને સ્વભાવ ચંચળ છે. બુદ્ધિમાનેએ તેને ઉપયોગ કરે જઈએ.
આથી બંનેની ભાવનાએ વિશેષ જાગૃત થઈ. નવાનગરમાં એક વિશાળ જિનમંદિર બંધાવવા નિરધાર કર્યો.
સંવત ૧૬૬૮ ના શ્રાવણ સુદ પાંચમને દિવસે મહેસવપૂર્વક જિનમંદિરનું ખાતમુહૂર્ત કર્યું. છ માણસો કામે લગાડયો. વર્ધમાન શાહની સ્ત્રી નવરંગ દેવી તથા પસિંહની સ્ત્રી કમળાદેવી વારંવાર કારીગરોને વસ્ત્રો, દ્રવ્ય તથા વાસણેના ઈનામ આપીને ઉત્સાહિત કરતી હતી.
આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિના મંગળ હસતે ૫૦૦ પ્રતિમાઓની અંજનશલાકા કરાવી. સં. ૧૬૭૬ ના વૈશાખ શુદ ૩ બુધવારે પ્રતિષ્ઠા કરી. - આ ઉપરાંત શત્રુજય મોડપર તથા છીકારીમાં જિનમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી.
આ ઉપરાંત વર્ધમાન શાહે નવ હજાર મુદ્રિક ખરચીને રિસ્ટ રત્નની શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા કરાવી.
પસિંહ શાહે નવ હજાર મુદ્રિકા ખરચીને માણેક રત્નની શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા ભરાવી.
વર્ધમાન શાહની સ્ત્રી નવરંગ દેવીએ દશ હજાર મુદ્રિકા ખરચીને શ્રી પાર્શ્વનાથજીની નલમની પ્રતિમા ભરાવી. તથા કમલાદેવીએ દશ હજાર મુદ્રિકા ખરચીને નીલમની શ્રી મહિનાથ પ્રભુની પ્રતિમા ભરાવી.