SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪) નજરે જોયા છતાં ખેટા શરણને પકડી ઘણા દુઃખી થાય છે, અને સાચા શરણનું ભાન નહિ આવવાથી પરિણામે ઘણી દુખદાઈ ભવાટવીમાં ભ્રમણ કરી રહ્યા છે. બીજાની દુરસ્થિતિ જોઈને તેઓ શેક કરવા મંડી જાય છે, પરંતુ પોતાના આત્માને વિચાર કરતા નથી, કે હે આત્મા! તારું શું થશે? તે માટે કહ્યું છે કે – शोचन्ति स्वजनमूर्खाः, स्वकर्मफलभोगिनम् । नात्मानं बुद्धिविध्वंसं, यमद्रंष्ट्रांतरस्थितम् ॥ અથ–પિતાનાં સ્વજન સગાંઓની મરણ આદિ આપતિએ જોઈને મૂખ માણુ શેક કરે છે. પરંતુ જેની બુદ્ધિને નાશ થાય છે એ પોતે યમરાજાની દાઢમાં રહેલો છે તેને શેક કરતું નથી એ કેટલું શોચનીય સમજવું ! જેમ દાવાનળની બળતી જવાલાઓથી ભયંકર એવા વનમાં મૃગના બાળકને કઈ શરણ આપી શકતું નથી તેવી રીતે દુ:ખરૂપ દાવાનળની બળતી જવાલાએથી ભયંકર એવા સંસારરૂપી વનમાં પ્રાણીઓને કઈ શરણ આપનાર નથી. હે ચેતન! આ ઉપરથી તને ખાત્રી થશે કે આ સંસારમાં પ્રાણીઓ મૃત્યુના વિકરાળ મુખમાં ગ્રાસ થઈ પડે છે, ત્યારે તને કઈ શરણ આપનાર નથી. જેઓ છ ખંડને જીતી આત્મકથી ગજરવ કરી રહ્યા છે, જેઓ પોતાની ભુજાબળથી સંપાદન કરેલા મહાન સુખ મેળવી આનંદ સાગરમાં ઊછળી રહ્યા છે વળી જેઓ ત્રણ ભુવનમાં નિષ્ફટકબિરુદ ધરાવી રહ્યા છે તેવા ઇંદ્રા,ચક્રવર્તિવાસુદેવા,પ્રતિવાસુદેવો વગેરે પણ ક્રૂર કાળરાજાની કાઢમાં દળાતા–પીસાતાં અશરણ હેઈ શરણ શોધવાને
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy