SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૭). " હાંરે મારે ત્રણસે સાઠ દિવસમાં કીધાં પાપ જે, આઠ દિવસમાં બેવા ધર્મનાં પાણીએ રે લોલ. હાંરે મારે ભાવિક લોકે સર્વ મળી મનરંગ જે, દેરે અપાસરે દેવ ગુરુ આરાધતા રે લોલ હાંરે મારે તપ જપ પૂજા ભક્તિ ભાવના જાણજે, અજર અમર પદ શિવતરુ સુર તરુ સાધતા રે લોલ, હરે મારે છ અઠ્ઠમ તપ આઠ કરે ઉપવાસ જે, માસખમણ ને પાસખમણુ તપશ્ચર્યા કરે રે લોલ, હરે મારે જીવદયા ને જ્ઞાન દાન વિસ્તાર જે, સ્વામી ભક્તિ નિર્મળ હૃદયે આદરે રે લોલ. હારે મારે સામાયિક પડિક્કમણાં પસહ વ્રત જે, છવાયોનિ લાખ ચોરાથી ખમાવીએ રે લોલ, નહાંરે મારે ખમતખામણાં કરવાં સંઘ સમક્ષ જે, જે રૂઠકા સાજન માજનને મનાવીએ રે લોલ, હારે મારે સાતે ક્ષેત્રે મદદ કરશે ભલી ભાત જે, ચંચળ લહમી ખરચી લહાવો લીજીએ રે લોલ; હાંરે મારે કાયા માયા સફળ કરો ભવ્ય જીવ જે, જન્મ મરણનાં દુખડાં ફેર ન લીજીએ રે લોલ. હાંરે મારે ચઉગતિ ચૂરણ ચોથ સંવત્સરી પર્વ જે, ખે ચિત્ત ચતુર થઈ ચૂકો નહિ રે લોલ, હરે મારે ચારે શરણાં ચાર પ્રકારે ધર્મ જે, ચોથા આરાનાં સુખડાં તે મિલસે સહી રે લોલ, હાંરે મારે પર્યુષણની કથા સુણે ધરી પ્રેમ જે, ત્રિવિધ ત્રિવિધ પાપકર્મ સરાવીએ રે લોલ; હારે મારે કર્મ નિકાચિત ક્ષણ કારણ શ્રી પર્વ જે, આરાધન કરી ધર્મરત્ન પદ માવજે લોલ.
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy