SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬૬) આગળ બાંધી રાખી. તે ઊંટડી દેવસેનને દેખી ઘણી ખૂશી થતી. એમ કરતાં બન્નેને અરસપરસ પ્રીત થઈ. કઈ વખત જ્ઞાની ગુરુ મળ્યા ત્યારે દેવસેને પૂછયું: “મહારાજ! આ ઊંટડીને મારી સાથે શું સંબંધ છે કે મારું ઘર છેડતી જ નથી ને મને દેખી રાજી થાય છે?” ગુરુ મહારાજે ઉત્તર આપતાં જણાવ્યું કે પૂર્વજન્મે તે ઊંટડી તારી માતા હતી. તે દેરાસરજીમાં પ્રભુ આગળ દીપક કર્યો હતો, તે દીવાના ઉદ્યોતથી એણે પિતાના ઘરનાં કામ કર્યા હતાં. વળી ધૂપધાણામાંથી બળતા અંગારાથી એક વખત ચૂલો સળગાવ્યું હતું, તે કર્મબંધનથી મરણ પામી ઊંટડી થઈ, જેથી તારા પર નેહ રાખે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – जो जिणवराण हेहुं, दीपं धुवं च करिअ निजकज्जं । मोहेण कुणइ मुढो, तिरिअत्तं सो लहइ बहुसो ॥ જે પ્રાણી અજ્ઞાનપણથી જિનેશ્વર ભગવંત પાસે કરેલા દીવાથી કે ધૂપધાણામાં રહેલા અગ્નિથી પિતાનાં ઘરનાં કામ કરે છે, તે ઘણું કરી તિર્યંચ થાય છે. એટલા જ માટે દેવના દીવાથી ઘરને કાગળ વાંચે નહિ, ઘરકામ પણ કરવું નહિ, તે દીવામાંથી બીજે દી પણ કરે નહિ. નહિતર તે બાઈની માફક તિર્યચપણું પ્રાપ્ત થાય. વળી નકરો આપ્યા વિના છત્ર, ચામર, કળશ વગેરે દેવદ્રવ્ય પિતાના ઘરકામ માટે જે મૂખે વાપરે, તે પરભવમાં ઘણે દુઃખી થાય છે, માટે બરાબર ધ્યાન રાખવું. વળી જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું નુકસાન કરવાથી પણ ભવાંતરમાં ઘણી વિડંબના ભેગવવી પડે છે તે ઉપર શ્રાદ્ધવિધિમાં કહેલ–
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy