SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ર) ધ્યાન આપજે કે શ્રાદ્ધવિધિમાં સાગર શેઠે એક રૂપિયાની એંસી કાંકણું થાય તેવી એક હજાર કાંકણ ઘરમાં રાખવાથી તેને કેવા હાલહવાલ થયા ? તેનું દષ્ટાંત જરા તપાસ કરી એટલે તારા જ્ઞાનચક્ષુ વિકસ્વર થાય. દેવદ્રવ્ય ભક્ષણ કરવા ઉપર સાગરશેઠનું દષ્ટાંત સાંકેતન નગરમાં સાગરશેઠ નામને પરમ દઢધમ શ્રાવક હતે. તેઓને ગામના શ્રાવકેએ મળી કેટલુંક દેવદ્રવ્ય આપ્યું અને કહ્યું, કે- “દેરાસરના સુથાર, કડીઆ ને મજૂરને આ દ્રવ્યમાંથી આપતા રહેજે અને તેને હિસાબ લખીને અમને દેખાડજે.” પછીનગરશેઠ લેભાં થઈને, સુથાર, કડીઆ વગેરેને રોકડ દ્રવ્ય ન આપતાં દેવદ્રવ્યના પૈસાથી સોંઘા મૂલ્યનાં ધાન્ય, ઘી, ગોળ, તેલ, વસ્ત્ર વગેરે વેચાતાં લઈને આપે, અને વચ્ચે લાભ રહે તે પિતાના ઘરમાં રાખે. એમ કરવાથી એક હજાર કાંકણને લાભ તેણે પિતાના ઘરમાં રાખે. ફકત એટલા જ દેવદ્રવ્યના ઉપભેગથી તેણે અત્યંત ઘેર દુષ્કર્મ ઉપાર્જન કર્યું. વળી તે દુષ્કર્મને આવ્યા વિના મરણ પામીને સમુદ્રમાં જળ-મનુષ્ય થયે. હવે તે જળ-મનુષ્યના મસ્તકમાં રહેલ ગોળીરૂપ રત્ન લેવા માટે તેને ઘણું પ્રપંચ કરી પકડી, સમુદ્રને કાંઠે રહેનારા પરમાધામી જેવા નિર્દય લોકેએ મેટી વજાના જેવી કઠણ ઘંટીમાં ઘાલી તેને ઘાણીની પેઠે પીલ્યા. આમ અત્યંત વેદના ભેગવી, મરણ પામી ત્રીજા નરકે નારકીપણે ઉત્પન્ન થયે. ત્યાર પછી તે સાગરશેઠને જીવનારકીમાંથી નીકળી મોટા સમુદ્રમાં પાંચસે ધનુષ્ય પ્રમાણ મોટા શરીરવાળે મત્સ્યપણે
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy