SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૩) भो भो देवाणुपिया भिमे भवकाणणेपरिभर्मता दुहदावानलतत्ता जइवंछहसासयं ठाणं ॥१॥ ता चरितनरेसर सरणंपविसेह सासय सुहहा चिरपरिचयपिमोत्तण कम्मपरिणाम निवसेवं ॥२॥ હે દેવાનાપ્રિય ! ભયંકર એવા સંસારરૂપી વનની અંદર ભટક્તા અને દુખરૂપી દાવાનળથી તપી ગયેલા એવા તમે જે શાશ્વત સ્થાન મુક્તિપદ, તેને ઈચ્છતા હો તે શાશ્વત સુખને માટે ઘણું કાળથી પરિચિત એવા પણ કર્મ પરિણામરૂપરાજાની સેવાને મૂકીને ચારિત્રરૂપી નવેસરના શરણુને સ્વીકાર કરે. આ ઉપરથી આપણે એટલું તો બુદ્ધિથી પણ વિચારી શકીએ છીએ કે જન શાસનમાં સર્વવિરતિ (દીક્ષા) એ જ પ્રધાનપદ ધરાવે છે. એ શાસનને પામેલા અને મહાવીરપ્રભુના વચનમાં લીન થયેલા મેટી રિદ્ધિસિદ્ધિના માલિકે પણ તેના ભેગવટામાં લીન નહિ થતાં અને ત્યાગ કરવાની ચિંતામાં જ મગ્ન રહેતા હતા. આ ઉપર આપણે એક દૃષ્ટાંતને વિચાર કરીએ. શ્રી ઉદયન મહારાજા પરમાત્મા શ્રી મહાવીરદેવના સમયમાં એક વિશાલ રાજ્યના માલિક હતા તે છતાં પણ તેઓ પર્વતથીએ, સૂર્ય યશા રાજાની માફક પિષધ કરવાનું ચૂકતા ન હતા. કારણ કે તેમાં જ પોતાનું સાચું હિત સમજતા હતા. આજકાલના પંચમકાલના જીમાં પર્વતીથીને પિષધ કરવાની ઘણી જ બેદરકારી દષ્ટિગોચર થાય છે તે ઠીક ન કહેવાય. ઉદયન રાજા રાજ્યના કાફલાને નરકની બેડી સમજતા હતા. એક દિવસે તે મહારાજા રાત્રિના સમયે
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy