SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ સ્વભાવી શિખીકુમાર છે! એ વિચારે છે . “અહો! શું માતાની ભક્તિ છે! શું ધર્મશ્રદ્ધા છે ! એને પુત્ર સાધુ. એના માટે એ મગરૂબી માને છે અને સાધુભક્તિ મળે તેને તે ધન્ય દિવસ અને સફળ જીવન માને છે ! માટે એના માનસિક પરિણામ બગડવા ન જોઈએ. આ ન સ્વીકારીએ તે જિંદગીભર દુર્યાનમાં સળગી મરે ! ને શ્રદ્ધા ગુમાવી દુર્યાનમાં પડે, તે દુર્ગતિમાં ફેલાઈ જાય, માટે અપવાદ માગ જે પડશે !” એમ વિચારી કહે છે, તે પછી, મા, તમારી જેવી ઈચ્છા, પણ જુઓ ફરીથી સાધુ માટે આ આગ્રહ નહીં કરવાને ! માતા ખૂશી દેખાડી કહે છે, “અહોહો ! આજ તે મારે કલ્યાણના પુષ્પરાવર્ત મેઘ વરસ્યા ! ફરી કદી આ આગ્રહ નહીં કરું !' મુનિ કહે છે, “ઠીક ત્યારે, એમ કરે કે આ સાધુને પાત્રામાં વહોરાવી દે. તે વખતે આ વિચારે છે, “અહો આ તે મુશ્કેલી થઈ! એમ આપી દઉં ને એ બીજા સાધુઓને આપે તે ? મારૂં મુખ્ય કામ રહી જાય ! એમને ત્યાં હું ક્યાં જોવા જવાની ? મારે તે મારા હાથે કેળી ખવરાવ છે ! એટલે પાછી વચકી ! –
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy