SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ક૬૮ ન્યાય, નીતિ, પરમાર્થ વગેરેને લેપ થઈ રહ્યા છે? પરિણામ શું? ખેળિયું માનવનું, ને હૃદય પશુનું! શિખીકુમાર મહાત્માની નગરવાસીઓ ઉપર અજબ છાયા પડી, કેઈ જન ધર્મ તરફ ઢળ્યા ! કેઈ લેકે માનવના ળિયે માનવ હૃદય ઘડ્યા! શુળ ધર્મ રસિક દિવ્ય આત્મા સજર્યા ! ત્યારે, આજે હજી પણ છે કે મોડું થયું છે, પણ બધું વહી ગયું નથી. પ્રજા પર સંત સાધુની છાયા ઉભી કરે. તમે કહેશેઃ એ તે સાધુ પડે છાયા, વાત ખરી છે પણ એમને છાયા પાડવા માટે તમારા જૂનાઓને સહકાર જોઈએ છે. તે સહકાર એજ કે તમે સાધુ માટે ઊંચી વણ, ને ઊંચું બહુમાન પ્રગટાવતા આવે, સાધુએ કરેલા મહાન સંસાર ત્યાગ, કચરેલી અર્થકામની ભયંકર વાસનાઓ એની કદર કરે, એના ગુણાનુવાદ કરે, એની આગળ નિજની પામરતા હૃદયમાં વિચારો અને નવી પ્રજા આગળ એ બધું પ્રકાશે. તમે તે જુઓ છે કે શું છે આ સાધુમાં? આટલું ય જ્ઞાન એમનામાં નથી. પણ જરા થોભે. સાધુતા એટલે પંડિતાઈ, એ ભૂલી જાઓ. સંતપણું એટલે ચમત્કાર એ વીસરી જાઓ. મહાત્માગિરિ એટલે વાણીની મહાન કળા, એ વાત મગજમાંથી કાઢી નાંખે. સંત સાધુપણું એટલે સર્વ પાપરહિત જીવન; સૂમમાં સૂક્ષ્મ જીવેને પણ અભયદાન દેનારૂં જીવન, કંચન-કામિની-કુટુંબને મહાન ત્યાગ. ઉઘાડે પગે, ઉઘાડે
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy