SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૯ આચાર્ય મહારાજ ઉત્તર કરે છે. કે આ તારી ગેરસમજ છે. સ્નેહીજનના અનિત્ય સંગમાં સુખની બ્રાતિ છે. અરું જોતાં આત્માને સનેહી જ કયાં છે? અને ગણે તે આખું જગત એનું સનેહી છે. વળી તું કહે છે કે ઋદ્ધિ ભલે ચંચળ હોય, પણ એને રક્ષવાના ઉપાય લેવા. પરંતુ આ તારી જમણું છે. રિદ્ધિ ચંચળ છે તે શું એ સાચવી સચવાય? જે એમ સચવાઈ હોત તે કોઈ નિર્ધન ન થાત ! મોટા મોટા રાજઓ સિંહાસનેથી ઉતરી ગયા ! મોટા યુધિષ્ઠિર જેવા, ને નળ જેવા જંગલમાં પહોંચી ગયા ! માટે જ, એની ચંચળતામાં રેવાને અવસર આવે તે પહેલાં જ સ્વેચ્છાએ એને ત્યાગ કરી ચારિત્રના માર્ગે જાય એ કેવી સુંદર બુદ્ધિ ધરનારે ગણાય ! બીજું હે પિંગક તું છે કે યુવાવસ્થા જવાની છે, માટે કાંઈ દીક્ષા ન લેવાય. એ તે વસાણું રસાયણ ખાવાના, જેથી યુવાની ટકી રહે. આ તારે અતિપ્રાય જમણું છે. કેમકે એ વિચાર, કે આરોગ્યને શે ભરેસે ? ને કયાં સુધી રસાયણ ખાચે જઈએ ? એ તે રસાયણ ખાનાર પણ યુવાની ક્યાં નથી ગુમાવતા? એવા રસાયણ વગેરેની ધાંધલમાં યુવાનીને સમય બરબાદ કરવાને બદલે, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યમાં એ યુવાનીને વાળી દીધી હોય તે એવું રસાયણ પ્રાપ્ત થાય કે ભવિષ્યમાં મૃત્યુ જેવું જ ન
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy