SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ નિવડવાના! મૃત્યુની તલવાર જીવને ઉડાડી દેશે! ફરી માનવભવ મળ દેહિલે ! તે આવા જીવનમાં મને મારૂં મનુષ્યપણું સફળ કરી લેવા દે, અને ખરી સફળતા વીતરાગના સાધુ પણું સિવાય શક્ય નથી. ધર્મના બીજા પ્રકાર સારા ખરા, પણ સમર્થ નહિં! સમર્થ એક જ યતિધમ! કેમકે જીવની સામે જે આ બધાં લક્ષ્મી, પ્રિયજન વગેરેના હલ્લા છે. એનાથી આપણું આત્માને બચાવી લેવાનું, એ બધાથી ફારેગ થઈ સાધુ થવાય તે શક્ય છે. એટલે એણે ચારિત્રની જ્યાં વાત કરી મંત્રીને, ત્યાં મંત્રીની ધીરજ ખૂટી. મંત્રીને મેહ : પણ મંત્રી પાસે અનુચિત બોલવાની વાત નહિં એની આંખમાં આંસુ આવી જાય છે. પુત્ર પર અથાગ પ્રેમ છે એ પ્રેમના યોગે, “આ પુત્ર તે મારાથી વિયેગની રજા માગે છે, તે મારાથી સહન કેમ થાય?’ એમ એના દિલમાં સહેજ આવી ગયું, ને એ લાગણી આંખ વાટે આંસુ રૂપે બહાર પડી ! કંઠ રૂંધાઈ ગયે, ને ગદ્ગદ્ કઠે કહે છે, “કુમાર, તારી ઉંમર તે જે! હજુ તે શરૂઆત છે, ભાઈ! આ તારે કાંઈ યતિધર્મ માટે કાળ નથી. તે આ શી વાત કરે છે જે વાતમાં રસ ન હોય, જેની કિંમત ન હોય, તે માટે આમ જ બેલાય, કે હજી એની શી ઉતાવળ છે? શું વહી ગયું છે ?....હજી વાર છે. જેને
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy