SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ બીજું ચારિત્ર જીવનમાં આ કરવાનું – (૭) પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિની અખંડ ઉપાસના કરવાની તે ચારિત્રની માતા ગણાય. પ્ર.–સમિતિ ગુપ્તિ એ પ્રવચન માતા કેમ? ઉ– જ્યાં સુધી કેવળજ્ઞાન નથી આવ્યું ત્યાં સુધીનું છવાસ્થ ચારિત્ર એ બાળ જેવું છે! ભલે મોટા મહર્ષિ દુનિયામાં ગણતા હોય ! મેટા તપ કરતા હોય, પણ એમનું ચારિત્ર બાળચારિત્ર જેવું ! બાળને માતા જોઈએ. માતાની નિશ્રામાં બાળક હેય તે તે મેટું થાય, ને જીવવા પામે. માતાથી આવું રહે તે હેંદાઈ-પિખાઈ જાય! મોટું ન થાય; મરી જાય ! તે મહર્ષિ પણ જે સમિતિ ગુપ્તિરૂપી માતાની પરવા મૂકી દે, તે એમનું પણ ચારિત્ર ઘવાઈ જવામાં વાર ન લાગે. માટે આ પણ સતત્ જાગ્રતિની કડક ઉપાસના સાધુ-જીવનમાં કરવાની છે. (૮) એવી જ પાંચ મહાવ્રતની ભાવનાઓ; તેનું સતત રટણ જોઈએ, પાલન જોઈએ. એવી રીતે. (૯) બાહ્યતપ, ને અત્યંતરતપ, તે પણ નિરંતર કરે જોઈશે ! આટલેથી પતતું નથી ! પણ પછી ય, (૧૦) અનેક પ્રતિજ્ઞાઓ-નિયમ-બાધાઓ લેવી પડશે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવના અનેક અભિગ્રહ કરવા પડશે. (૧૧) નાન જિંદગીભર નહીં કરાય.
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy