SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ (૮) સુસાધુ સેવા :– આચાર્ય મહારાજે આઠમા નંબરને ભાવના ધર્મ સુસાધુ સેવા કહ્યો. શ્રી આ. હરિભદ્રસૂરિજી શાસ્ત્રવાર્તામાં કહે છે “સાધુસેવા સદા ભક્તયા....ધમહેતુ-પ્રસાધનમ ધર્મના કારણે સિદ્ધ કરવામાં પ્રથમ સાધન સાધુસેવા. કેમ વારૂ ? સાધુસેવામાં સાધુનું પાવન દર્શન, ઉપદેશનું શ્રવણ અને સુપાત્ર દાનના મહાન ત્રણ લાભ મળે. માટે સાધુ મહર્ષિ એની હંમેશા ઉપાસના કરવી જોઈએ. એમાં તન-મન-ધનને શક્ય એટલે વધુ ભેગ આપવું જોઈએ. શાલિભદ્ર એમાં જ ઊંચે આવી ગયા. કુમારપાળ રાજાએ ગુરુ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની સેવાથી ગણધર પદવીનું પુણ્ય ઉપામ્યું! પિડિશાહ સાધુસેવાના રસિયા એવા કે ગુરુમહારાજના પ્રવેશ ઉત્સવમાં હજારો રૂપીયા ખરચ્યા ! અહીં સાધુ સુસાધુ લેવાના કહ્યા છે. (૯) જિનસેવા – નવમે ભાવના ધર્મ છે જિનસેવા. પ્રઃ–પૂર્વે જિનભકિત કહી હતી, છતાં અહિં વળી જિનસેવા અધિક કેમ કહી ? ઉ૦ – ભક્તિમાં એમના પ્રત્યે હૈયામાં ઝળકતું બહુમાન લેવાનું હતું. સેવામાં એમના પ્રત્યે અતિ નમ્ર સેવકભાવ લેવાને છે. આમ તે શું સાધુસેવા કે જિનસેવા, બાહ્ય ક્રિયારૂપે દાન-શીલમાં આવી જાય, પરંતુ અહીં આંતરિક
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy