________________
૨૬૧
નામાં એ આવે કે જેથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ અને સ્થિરતા વધે. દા. ત. મૂળમાં જ્ઞાનદાતા ગુરુના વિનયની ભાવના. એમ, નવ તત્વ પૈકી દરેક તત્વના અદ્ભુત સ્વરૂપ મળ્યાની હૃદલાસી વિચારણા કરવાની. કેવું કેવું ભવ્ય અને સચેટ સ્વરૂપ જીવતત્વમાં બતાવ્યું ! અજીવ તત્ત્વમાં, પુણ્યમાં, પાપમાં, એમ નવેય તત્વમાં કહ્યું ! જ્યારે હું દુન્યવી ધનમાલને વિસારી આ જ્ઞાનધનને શ્રીમંત થાઉં !
જ્યારે હું જીવનને એ જ્ઞાનમાં તન્મય કરૂં! કે સુંદર દ્વાદશાંગીને વિસ્તાર ! કે અગાધ ચૌદ પૂવને દરીએ! કેવું મનેરમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની મહાસત્તાની વિશ્વવ્યાપી વ્યવસ્થાનું પ્રતિપાદન !! ક્યાં અલપઝ મિથ્યામતિઓના કલ્પિત પદાર્થોના જ્ઞાન ! અને ક્યાં આ સર્વજ્ઞકથિત સત્ય પદાર્થોના વિજ્ઞાન ! આવી આવી ભાવનામાં આગળ વધીને અવાન્તર જુદા જુદા પદાર્થોની વિશેષતાના જ્ઞાન માટે ભાવના ભાવવાની સાથે કાળ વિનય, બહુમાન....વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારની પણ ભાવના વિકસાવવાની. તેમજ, જૈનદર્શનની વિશેષતાઓ, જેવી કે અનેકાંતવાદ, સૂક્ષમ અહિંસા, વિરતિવાદ, ચૌદ ગુણસ્થાનકને ઉત્ક્રાન્તિકમ, વિસ્તૃત કર્મસિદ્ધાન્ત, વગેરેના જ્ઞાનભંડારની પણ સુંદર ભાવના કરવાની.
૩ સમ્યફ ચારિત્રની ભાવના :-ત્રીજી સમ્યક ચારિત્રની ભાવનામાં પહેલું તે એની ભારોભાર અનુમોદના અને ઝંખના આવે. સાથે પાંચ મહાવ્રતની પચીસ ભાવ