SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ દાન નિયાણા વિનાનું જોઇએ, અનિદાન જોઇએ, નહિં તર દાનરૂપી લાખાને માલ રાખના મૂલ્યે જાય. શિરામણુ સાટે ખેતર વેચવાની મૂર્ખાઇ થાય. અટલ વિશ્વાસ જોઇએ કે ‘શુદ્ધદાનમાં અચિંત્ય શક્તિ છે. એ ચિંતામણિ અને કલ્પવૃક્ષ કરતાં પણ ચઢીયાતી ચીજ છે, એથી શું નહિ મળે ? બધું મળશે. પણ મારે બીજું જોઇતુ નથી, કેમકે એ બધુ અંતે તો જનારૂ, અને રહે ત્યાં સુધી મુઝવનારૂ એ વેઠ વહેારીને શું કરૂ ? મારે તે આવું દાન દેતાં દેતાં જગતની વસ્તુ માત્રના માહ ઉતરી જાય, એ જોઈએ છે. આવા દાનના પ્રભાવે આત્મા મહાત્માને પ્રેમી બને, મહામાના અનુગામી બની જાતે મહાત્મા અને છેવટે પરમાત્મા સુધી મને એ જોઈ એ છે.’ આવે કેાઈ વિશ્વાસ હાય, તે પછી નિદાન શા માટે કરે ? દુનિયાના વૈભવ અને માનપાનને કચરા સમજ્યા પછી એ કચરાની લાલસાથી પવિત્ર દાનધમ ને અભડાવે નહિં, બાકી તા જેણે અભડાવ્યા એના નિક ંદન નીકળ્યા, મમણ શેઠ પૂર્વે કરેલા દાનને અભડાવીને આબ્યા હતા. તે અહુિ થી સરવાળે સાતમી નરક મળી. આ બધું જે કહ્યું તે મેાક્ષના હેતુના દાન અંગે કહ્યું. દાયકશુદ્ધિ ગ્રાહકશુદ્ધિ વગેરે માહેતુક દાનધમની વિધિ જાણવી, બાકી અનુક પાદાનને તે જિનેશ્વરદેવાએ કયાં ય નિષેધ્યું નથી. અર્થાત્ અનુકંપા દાનમાં આ વિધિ નથી. અનુકંપા કરવામાં સામે પાત્ર નથી જોવાનું.‘સામેા દુઃખી છે, એને ખાવા રેટલા આપુ, કોઈ એને મારવા જાય છે,
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy