SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ કામ કરી રહેલા છે કે એને વશ એ શ્રીદેવીના જીવે પૂર્વે પંચેન્દ્રિય માનવના ઘાત પણ કર્યા છે, ને તેથી પિતાને નરકની પીડાએ પણ વેઠવી પડી છે, પણ એને ખ્યાલ નથી હમણાં હમણાં તે એજ અજ્ઞાન-લેભના વારસા ચાલુ છે. લક્ષ્મી બહુ સારી ! ઘણું સરસ...એને મારી કરી રાખું.” આ વાસના થઈ માતાએ નિધાન જોયું, એટલે પાછું નવે નામે પાપનું કારસ્થાન રચવા તૈયાર થઈ જાય છે. વિચાર કરે તે ખબર પડે કે આ પાપનાં કારસ્થાન કેવાં છે! “મેં એ કારસ્થાન કરવામાં બાકી નથી રાખી, તે હવે શા માટે? કયું એવું પાપ છે કે જેનું કારસ્થાન મેં નથી કર્યું ? અને હવે જે પાછું કરીશ તે ઉગરવાનું ક્યારે ? આ વિચાર કેને આવે ? જ્ઞાનીના પડખાં સેવનારને આવે, તત્ત્વ સમજનારને આવે. આ માતાને જીવ તે પાપી છે, અજ્ઞાની છે. એટલે ભયંકર વિચારે છે, જે આ નિધાન હું કાઢીને લઈ જઉં, તે એને મારી પાસે કેમ રખાય ? તેમ રાખું તે પણ આ વાત દિકરાથી કેમ અજાણ રહે? એના મનમાં થાય કે નિધાન શેઠું , અને કબજે મા શાની રાખે ?' બધા મારા જેવા –જોયું ? દુષ્ટ માણસ પિતાના જેવું જગતને જુએ છે. તે સજજનનીય આ વિશેષતા છે કે એ ય બીજાને પિતાની જેમ સીધા જુએ છે. આપ ભલા તે જગ ભલા એનું નામ. મ–તે શું ખરેખર દુષ્યને સજન માનવા?
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy