SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ બનાવીએ ને બહાર ગમે તેટલું કરીએ તે પણ જીવન હારી જઈશું. તે એ જોવું જોઈએ કે લાગણીઓ ક્યાં વહી રહી છે? લક્ષ્ય પણ નક્કી જોઈએ, અને માર્ગ પણ એ તરફનો જોઈએ. અમદાવાદથી જવું હોય દિલ્હી અને બેસે મુંબઈની ગાડીમાં તે કામ લાગે ? નહિ, લક્ષ્ય કમમાં કમ દુર્ગતિમાં ન ઝડપાઈ જવાય એવું જોઈએ ને માર્ગ પણ એ મુજબને જોઈએ. માર્ગમાં પહેલું આ કરે. કે લાગણીઓના વહેણ જિનેક્ત ત સાથે થઈ રહ્યા છે. જિનના તવ તે કહે છે “બધું પછી, તારા આત્માનું પહેલું વિચાર.” - જિનમતિએ પિતાના માતાપિતાને પણ કહ્યું હશે ને સાંભળ્યું ? એમણે ચારિત્ર લીધું !' હસતાં કહેવાનું, ને પેલાઓને હસતાં સાંભળવાનું ! શજી થઈને મા-બાપ સાંભળે; દેષ કરીને નહિ; તે જ બેટી ધાંધલ ન મચે. જિનમતિનું હૃદય તે નાચી ઉઠે છે! “એમણે તે ઘણું સરસ કામ કર્યું ! આ દુર્લભ માનવ જીવનમાં આવીને આજ કરવાનું હતું. અને તે મારા સંબંધી થઈને કર્યું ! તે મારે મન તે મહા ગૌરવ છે ! પરણ્યા પહેલાં કર્યું હતું તે ગૌરવ ન મળત કે “આના પતિએ ચારિત્ર લીધું. જૈન ધર્મ પામેલી કરી છે એટલે વિચારે છે કે “આમાં ગૌરવ છે!” માતાપિતાને કહે છે-“હું ખુશી થઈ હવે હું એમના દર્શન વંદને જાઉં.' રજા લીધી, અને પરિવારને લઈ શોધતી શધતી આવી, કે જ્યાં સમુદ્રદત્ત સાધુ છે. આવીને સમુદદ્રત્ત સાધુને જોયા, જેઈને ખૂબ જ ખુશ થઈ ગઈ! કેમ?
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy