SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સમરાદિત્ય-કથાને અનુલક્ષીને મુખ્યત્વે અપાયેલા આ પ્રવચને, ઘણી ઘણું હિતની વાતે તરફ આંગળી ચીંધણું કરી જાય છે. મુંઝવતા અનેક પ્રશ્ન અંગે સચોટ-માર્ગ, દર્શક રૂપ પણ આ પ્રવચને ખૂબ જ ઉપયોગી નીવડે એવા છે. આ પ્રવચનની પ્રેરણું જે ઝીલી લેવામાં આવે તે, કેધને કાબુમાં લઈ લેવાનું કૌવત જરૂર જાગી ઉઠે. “શ્રી સમરાદિત્ય કેવળી ચરિત્રના ભવ-૩ જાલિની અને શિખીકુમાર આ પ્રવચન પુસ્તકના સંપાદક વિદ્વધર્ય, પ્રશાંતમૂર્તિ પૂ. મુનિરાજશ્રી રાજેન્દ્રવિજયજી મહારાજ, પૂ. આચાર્યદેવશ્રીના એક પ્રભાવક શિષ્યરત્ન છે. વર્તન અને વાણી દ્વારા, એઓશ્રી આચાર્યદેવશ્રીની એક નાની-શી આવૃત્તિ સમાજ જણાય છે. પ્રવચનના આ ગ્ય-પુસ્તકને, સુયોગ્ય-સંપાદક સાંપડ્યા છે એવું આના સંક્લન પરથી આપણને જણાયા વિના નહિ રહે. આપણે ઈચ્છીએ કે, આ રીતે સમગ્ર સમરાદિત્ય-ચરિત્ર એઓશ્રીના સંપાદન તળે વહેલી તકે પ્રકાશિત થાય ! - પ્રવચનકાર પૂ. આચાર્યદેવશ્રીને અને સંપાદક પૂ. મુનિવરશ્રીને વંદના કરીને એટલું ઇચ્છવું અસ્થાને નહિ ગણાય કે, આ પ્રવચનેના વાચન દ્વારા સહુ કોઈની ભયાનકતાને બરાબર પિછાણી લે અને વાત્સલ્ય-કરૂણાની ભવ્યતાને પ્રીંછીને એને પંખવા અને પ્રાપ્ત કરવા કટિબદ્ધ બને ! – મુનિ પૂર્ણચન્દ્રવિજય
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy