SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ વાનું કરે છે, નવા ખેટા ખર્ચની જેમ નવા પાપના ભાર વધારતું નથી. સમુદ્રદત્ત આ સ્થિતિની હોંશિયારી પામે છે. તેથી નિધાન તરફ બેપરવા છે. સલામતી –એ બેપરવાઈમાં જ એ પિતાની આત્મસલામતી જુએ છે. તમે તે કદાચ આવું મફતીયું ધન મળવાનું જોતાં એ વિચાર નહિ કરે કે “પણ આપણે શું આમાં સલામત રહીશું? કેને ખબર કોને માલ હોય ? નથીને કેરટ લફરું થયું તે? નથીને આ નિમિત્તે વૈરના કારણે આપણે માર ખાવો પડ્યો તે ? છેવટે ય, આ એક લાલચમાં લપટાવાની કુટેવ તાજી કરવાથી પછી બીજી આવી કુટેના ભંગ બનવું પડયું તે? આવું સહેજે મળી જવાથી પછી પ્રભુના ગુણગાન -સ્મરણને બદલે આના ગુણ ગાનની લપમાં ફસાઈ ગયા તે ? જે ચીજ કે જે પ્રસંગે વિશિષ્ટ કેટિના બનીને દેવ-ગુરુ-ધર્મને ભૂલાવી મગજમાં સ્થાન જમાવી બેસે, વારેવારે એની વાહવાહ યાદ આવે, એવા ચીજ-પ્રસંગ પર જીવનું કેટલું બધું બગડે? આવી આવી બાબતે બને ત્યાં સલામતી ક્યાં રહી?” દયા, અને અધિકરણ -સમુદ્રદત્ત જાતની અસલામતી જોઈને બેસી ન રહેતા કેવળ ભાવદયાથી પ્રેરાઈ નોકરને કહે છે “જેજે કેઈને આ દટાયેલાની વાત ન કરતે. એ અધિકરણ છે. કેટલી બધી જેની દયા ! લક્ષ્મી જેની પાસે જાય છે એને રાગદ્વેષ, ગર્વ કલેશ, આરંભ-સમારંભ વગેરે અનેક પાપથી ભારે કરી ખુવારી કરી નાખે છે!
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy