SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈક કમળતામાં સિંહે મનુષ્પાયુષ્ય લીધું, પણ સિંહ પણામાં અને પૂર્વે પાપ ઘણાં ભેગાં કર્યા છે. એટલે અહિં મનુષ્ય થઈને પણ બીજું શાનું સૂઝે? બંને ચંડાળને ત્યાં જમ્યા. બંનેના નામ અનુક્રમે કાળસેન અને ચંડસે રાખ્યાં. બંને ભાઈઓ યુવાવસ્થાને પામ્યા. એક દિવસ શિકાર કરવા લક્ષમી પર્વત પર ગયા. ભવિતવ્યતા જબરૂં કરે છે ! બંનેને હરોળમાં લાવીને મૂક્યા ! સિંહને ચંડાળ મનુષ્ય અને ઉંચા મનુષ્યને ય ચંડાળ ણનુષ્ય ! પેલાને ઉંચે ચઢવામાં જેમ નિમિત્ત તેમ આને પણ નીચે પડવાનું નિમિત્ત હતું. સિંહને મારી નાખવામાં માનવતાનું કેઈ ઉચ્ચ કાર્ય ન હતું. પિતે બળવાન હતું, કરી લે સિંહને સામને. પ્ર–ત્યારે શું સ્વરક્ષણ ન કરવું? ઉ૦-રક્ષણ? કાયાનું કિંમતી કે આત્માનું? કાયાનું રક્ષણ કરે. પણ માનસિક પરિણામ કેવા છે એના પર કર્મબંધને આધાર છે. સામાન્ય રીતે લડવા-ઝગડવામાં હૃદય ક્રૂર બને છે. દુષ્ટ બને છે. એ ન બને એ કેક ભાગ્યવાનને. ઈન્દ્ર દેવને પરિણામ કંઈક પણ બગડ્યા તેથી કમેં નીચે ઉતારી ચંડાલને ભવ આપે. આ તે વળી આટલે જઅટકયું પણ જુઓ કે - ત્રિષ્ટ વાસુદેવે સામે આવેલા સિંહને ચીરી નાખે? ને એવાં બીજાં ઘણું પાપ કર્યા–તે શું પરિણામ આવ્યું? સાતમી નરક!
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy