________________ યથાપ્રવૃત્તકરણ (5) વેશ્યા - નિયમાં શુક્લલેશ્યા હોય. ઉત્તરોત્તર સમયે લેશ્યા વર્ધમાન હોય છે. (6) વેદ - ત્રણમાંથી કોઈ પણ એક વેદનો ઉદય હોય છે. અહીં દ્રવ્યથી અને ભાવથી બન્ને રીતે ત્રણમાંથી કોઈપણ એક વેદનો ઉદય હોય છે. દિગમ્બરોએ દ્રવ્યથી પુરુષવેદી જ કહ્યા છે. તે બરાબર નથી. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - "o વ વ મત્તિ વિદ્યાસા, મારો વેલો ' - ભાગ-૧૪, પાના નં 159. (0) પ્રકૃતિસત્તા - સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? દર્શન સપ્તક અને ત્રણ આયુષ્ય (નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, દેવાયુષ્ય) એ દસ સિવાય શેષ 148 પ્રકૃતિઓની સત્તા હોય છે. તેમાં પણ આહારક સપ્તક અને જિનનામકર્મ એ આઠની સત્તા વિકલ્પ હોય છે. એટલે કુલ સત્તા 148 પ્રકૃતિઓની, અથવા આહારક 7 સત્તામાં ન હોય અને જિનનામકર્મ સત્તામાં હોય તો 141 પ્રકૃતિઓની, અથવા જિનનામકર્મ સત્તામાં ન હોય અને આહારક 7 સત્તામાં હોય તો 147 પ્રકૃતિઓની, અથવા આહારક 7 અને જિનનામકર્મ બન્ને સત્તામાં ન હોય તો 140 પ્રકૃતિઓની. કુલ સત્તાસ્થાનક ચાર છે - ૧૪૮નું, ૧૪૭નું, 141, ૧૪૦નું. (8) સ્થિતિસા-મનુષ્પાયુષ્ય સિવાયની શેષ સત્તાગત પ્રકૃતિઓની સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ જેટલી હોય છે. (9) અનુભાગસત્તા-અજઘન્ય-અનુત્કૃષ્ટ અનુભાગની સત્તા હોય છે. સત્તામાં જે શુભ-અશુભ પ્રકૃતિઓ છે તેનો સૌથી જઘન્ય રસ પણ ન હોય અને સર્વોત્કૃષ્ટ રસ પણ ન હોય. (10) પ્રદેશસત્તા - અજઘન્ય-અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. જે પ્રકૃતિઓ સત્તામાં છે તેના જઘન્ય પ્રદેશો કે ઉત્કૃષ્ટ પ્રદેશો ન હોય પણ અજઘન્ય - અનુત્કૃષ્ટ પ્રદેશો હોય છે. (11) પ્રકૃતિબંધ - કેટલી પ્રકૃતિઓનો બંધ હોય? મૂળ પ્રકૃતિમાં આયુષ્ય વિના સાત મૂળપ્રવૃતિઓ બંધાય. ઉત્તરપ્રકૃતિમાં જ્ઞાનાવરણ 5, થિણદ્ધિ ૩વિના દર્શનાવરણ 6, અંતરાય 5, સાતાવેદનીય, સંજ્વલન 4, પુરુષવેદ, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, ઉચ્ચગોત્ર, નામની દેવયોગ્ય 28 - આમ કુલ 55 ઉત્તરપ્રકૃતિઓનો બંધ હોય છે. નામની દેવયોગ્ય 28 પ્રકૃતિઓ આ પ્રમાણે છે - દેવ 2, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય 2, તૈજસ-કાર્પણ શરીર, સમચતુરગ્નસંસ્થાન, શુભવિહાયોગતિ, વર્ણાદિ 4, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, નિર્માણ, ત્રસ 10. વળી જિનનામકર્મ અને આહારક-૨નો વિકલ્પ બંધ થતો હોવાથી જિનનામકર્મના બંધકને પદ, આહારક 2 ના બંધકને પ૭ અને બન્નેના બંધકને પ૮ પ્રકૃતિઓનો બંધ હોય. 1. અહીં કુલ 158 પ્રકૃતિઓની અપેક્ષાએ સત્તામાં 148 પ્રકૃતિ કહી છે. 2. દિગમ્બરોના ક્ષપણાસાર ગ્રન્થમાં કહ્યું છે કે “શુભ પ્રકૃતિઓનો ચાર ઠાણિયો રસ અને અશુભ પ્રકૃતિઓનો બે ઠાણિયો રસ સત્તામાં હોય છે.” “પ્રશસ્તપ્રવૃતિનિમ ગુડ સઘં શર્વના સમૃત રૂપ વતુ:થાન, પ્રશાસ્તપ્રવૃતિનિર્ભ તારુ ના વાર્નિવ જાંગીરપ કિસ્થાનળ અનુમાન સર્વ ? - ક્ષપણાસાર ગાથા-૩૯૨ની હિંદી ટીકા, પાના નં. 335.