SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે અને સંસારમાં ઘોર દુ:ખીને ભાગવતા જન્મ-મ૨ણી ક૨તા 27 છે. આ આઠે કર્મોના આવરણથી ઘેરાયેલો જીવ પોતાના અનંતજ્ઞાનમય-અનંતસુખમય સ્વરૂપથી વંચિત ને ભોગવતો જન્મ-મરણ કરતો રહે છે. કર્મબંધના કારણો ચાર છે - (1) મિથ્યાત્વ (2) અવિરતિ (3) કષાય (4) યોગ. મિથ્યાત્વ = વિપરીત માન્યતા. સુદેવ-સુગુરુ-સુધર્મને ન માનવા અને કુદેવ-કુગુરુ-કુધર્મને માનવા તે મિથ્યાત્વ. અવિરતિ = પાપોના પચ્ચકખાણપૂર્વક ત્યાગને વિરતિ કહેવાય છે. વિરતિનો અભાવ એ અંવિરતિ. કષાય = ક્રોધ-માન-માયા-લોભના પરિણામો. એ જ રીતે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગચ્છા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ - આ નોકષાયો પણ કષાયોના વિભાગમાં આવે છે. યોગ = મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. આ ચારે કારણોથી બંધાતા કર્મને સમ્યક્ત્વ, વિરતિ, કષાયોનો નિરોધ, યોગો પર નિયંત્રણ વગેરેથી અટકાવી શકાય છે અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરી હળુકર્મી બની શકાય છે. મૂળ વાત પર આવીએ. ચરમ ભવમાં સંયમ પ્રાપ્ત કરી જીવ છઠ્ઠા (પ્રમત્ત સંયત) - સાતમા (અપ્રમત્ત સંયત) ગુણસ્થાનકે ચડ-ઉતર કર્યા કરે છે. તે શુભ ભાવોમાં શુભ લેગ્યામાં ખૂબ જ આગળ વધી રહ્યો છે. આમ કરતા ક્યારેક સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ કરે છે. અર્થાત્ શુભ ભાવોમાં આગળ વધે છે. મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યત્વમોહનીય આ ત્રણની સાથે અનંતાનુબંધી કષાય ચતુષ્કનો સંપૂર્ણ ક્ષય કરી ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે. જો કે આની પૂર્વે પણ કેટલાક જીવો ચોથા વગેરે ગુણસ્થાનકમાં પણ ક્ષાયિક સમ્યકત્વ પામેલ હોય છે. હવે સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાનકથી પૂર્વવત્ છઠ્ઠા ગુણસ્થાનકે જવાને બદલે અધ્યવસાયોની | વિશુદ્ધિથી કુદકો મારી જીવ અપૂર્વકરણ (આઠમા) ગુણસ્થાનકે પહોચે છે. અહીં સત્તામાં રહેલા કર્મોની સ્થિતિનો ઘાત કરે છે. આ સ્થિતિઘાત છે. પ્રતિસમય પ્રકૃષ્ટ વિશુદ્ધિ દ્વારા અશુભ કર્મોના રસમાંથી અનંતમો ભાગ રાખી બાકી અનંતા બહુભાગોનો નાશ કરે છે. આ રસઘાત છે. શુભ કર્મનો અનંતગુણ રસ પ્રતિસમય બાંધે છે. પાછલી સ્થિતિઓનો જે ઘાત કરે છે - તેના પુદ્ગલોને ઉદયસમયથી અંતર્મુહૂર્ત સુધીના સમયમાં અસંખ્યગુણ-અસંખ્યગુણના ક્રમે ગોઠવી કર્મોની નિર્જરા કરે છે. આ ગુણશ્રેણિ છે. પૂર્વબદ્ધ અશુભ કર્મને બંધાતી સજાતીય પુણ્ય પ્રકૃતિમાં પ્રતિસમય અસંખ્યગુણ સંક્રમાવી તરૂપ કરે Sii છે. આ ગુણસંક્રમ છે.
SR No.023309
Book TitleKshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy