SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુમાર મુળરાજનું અદ્ભુત ચરિત્ર] + - ૧૩૭ માતાના ઉપરવટ થઈ મુળદેવ સાથે સંબંધ ચાલુ રાખે. છેક મોડી રાત્રે જુગારની મેફીલ પુરી થતા, આંખો ચોળતા મુળદેવ દેવદત્તાગૃહે આવતે અને એક ઓરડામાં એકાંતમાં–અટુલે પડી રહી છવનની સાર્થકતા માનતો-“જુઓ કર્મગતિ” આ કાળે-સમસ્ત મગધ સામ્રાજ્યમાં તેલ મર્દનને ઘેરે ઘેર રીવાજ હતે. માલીશમાં એવા કીંમતી વસાણું યુકત સુગંધી તેલનો ઉપયોગ થતું. કે, જેની કીંમત સુવર્ણ મહોરેન ભારોભાર ગણાતી, માલીશ કરનારાઓને-શ્રીમંતેના ઘેરથી વષષન અને કી મતી બક્ષીસો પણ મળતી, આ સુધી વસાણુ એની અસર આખા શરીરને પુષ્ટ કરનારી, નબળાઈને દુર કરનારી, તેમજ નસેનસમાં જમવ્યાપક બનતી. વસાણ યુકત રાજસ ભેજનને પચાવનાર આ કાળે જે કુશળ માલીશકારો ન હોત તે, અમને શંકા રહે છે કે વખતે આ કાલીન વૈભવી શ્રીમંતનું જીવન એવું તે માયકાંગલું અને નિસ્તેજ બનતકે, તેમને અકાળે વૃદ્ધાપો આવત, અને અતિ વિલાસીપણને અંગે તેમનું અકાળે મૃત્યુ પણ થાત. આ કાળે ઓછામાં ઓછી આઠ આઠ પતિનઓ એક એક શ્રીમંતને ગણતી, તેમાં ઉપાંગ તરિકે બહારની વારાંગના શાહજાદીઓ જુદીજ, આવો રાજવૈભવ અને સહાયબી ધરાવનાર અચલ શેઠના માલીશનું કામ દેવદત્તાને પિતાની મરજી વિરૂદ્ધ માતાની આજ્ઞાથી માત્ર શેઠને પ્રસન્ન કરવા પુરતુ પણ કરવું પડતું માલીશ પછી સ્નાન ક્રીયાની પણ આ કાળે મહત્તા હતી તે પ્રમાણે માલીશબાદ સ્નાન ગ્રહમાં જતાં, ઘણું દીવસે મુળદેવ શેઠના હાથે આબાદ સપડાયે. શેઠે મુળદેવને આ જાતના પ્રપંચી વહેવાર અંગે પુરતે ઠપકો આપ્યો. આ કાળે રાજ્યને સખત કાયદો હતો કે, “એક ધણીની રખાત વેશ્યાને ત્યાં બીજો બહારને પુરૂષ મલી આવે છે, રાજ તરફથી તેને સખત સજા થતી; આ જાતના રાજકાયદાનું ભાન શેઠે મુળરાજને કરાવ્યું. સદાને માટે પિતાના માર્ગમાંથી આ કંટકને દુર કરવા અચલશેઠે અને દેવદત્તાની માએ દુરાચારી, જુગારી, મુળદેવને અપશબ્દોના પ્રહારથી નવાજવામાં કચાશ રાખી નહિ. પ્રઢવઈ વેશ્યાએ પિતાના કુળધર્મ પ્રમાણે અપશબ્દોના પ્રહારથી-હાડે હાડ વ્યાપક બને એવી રીતના શબ્દ પ્રહારોથી મુળરાજને પાણી કરતા પણ પાતળો કર્યો. ને તેને બોલતે બંધ કર્યો.
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy