SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રથી છેલ્લા ૧૪ પૂર્વધર સ્થૂલિભદ્રજી થયા. છેલ્લા ૧૦ પૂર્વધર વજસ્વામી થયા. કાળની સાથે સંઘયણ હીન થતાં સ્મૃતિ મંદ થતી ગઇ, તેથી પૂર્વો લુપ્ત થતા ગયા.. હાલ એકપણ પૂર્વ વિદ્યમાન નથી. મિથ્યાત્વ રહેલો જીવ વધુમાં વધુ ૯ાા પૂર્વ ભણી શકે છે. ૧૦મું પૂર્વ સંપૂર્ણપણે સમકિતી જ જાણી શકે. અભવ્ય જીવ પણ ૯ાા પૂર્વ ભણી શકે. અગિયાર અંગ - દૃષ્ટિવાદની રચના પછી ગણધર ભગવંતો ૧૧ અંગ રચે છે. જે પ્રાકૃત (= સામાન્ય લોકોની ભાષા)માં હોય છે, જેથી આબાલગોપાલ સહુ સમજી શકે. પહેલું અંગ આચારાંગ સૂત્ર છે, જેમાં ૧૮,૦૦૦ પદ હતા. ૧ પદ = ૫૧, ૦૮, ૮૬, ૮૪૦ શ્લોક + ૨૮ અક્ષર, ૧ શ્લોક = ૩૨ અક્ષર. આ રીતે અગિયારે અંગો વિશાળ હતા. છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથામાં ૩ કરોડ કથાઓ હતી. પણ કાળના પ્રભાવે ધીરે ધીરે લુપ્ત થતાં બધાના અંશમાત્રો બચ્યા છે. અંગબાહ્ય શ્રુત - ગણધર ભગવંતો પણ અંગ સિવાયના આવશ્યક વિગેરે સૂત્રોની રચના કરે છે અને બીજા જ્ઞાની ભગવંતો પણ બીજા ઉપાંગ, પ્રકીર્ણક સૂત્રો વિગેરેની રચના કરે છે, તે અંગબાહ્ય શ્રુત ગણાય છે. ૧૨ અંગ અને બીજા ૭૨ સૂત્રો એમ કુલ ૮૪ સૂત્રો આગમ તરીકે પ્રસિદ્ધ છે. તેમાં હાલ ૪૫ આગમો વિદ્યમાન છે. ૧) ૧૧ અંગ ૨) ૧૨ ઉપાંગ ૩) ૧૦ પન્ના (પ્રકીર્ણક સૂત્ર) ૪) ૬ છેદસૂત્ર ૫) ૪ મૂળસૂત્ર ૬) નંદીસૂત્ર અને અનુયોગ દ્વારા આ આગમો ભણવાનો મુખ્ય અધિકાર યોગોહન કરીને અધિકાર પ્રાપ્ત કરી ચૂકેલા સાધુ ભગવંતોને જ છે. સાધ્વીજી ભગવંતોને કેટલાક આગમો અને શ્રાવકોને અમુક જ આગમો જાણવાનો અધિકાર છે. પંચાંગી - આ બધા આગમો ગંભીર અર્થવાળા છે. કાળની સાથે સમજણ શક્તિ ઘટવાથી તેને સરળ કરતું બીજું શ્રુત પણ રચાયું તેમાંજીવનનું અમૃત ૨૩૨
SR No.023302
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy