________________
આવું બનતું નથી. બંધાવલિકા વિત્યા પછી તરત જ ઉદીરણાકરણ વગેરે કરણો પ્રવર્તે છે. તેનાથી આબાધાકાળ પૂર્ણ થતા પૂર્વે જ કર્મ ઉદયમાં આવે છે.
ટાઇમ બોબમાં સેટ કરેલ ટાઇમ સુધી એ ફાટતો નથી. એ ટાઇમ પૂરો થતા એ ફાટે છે. તેમ અબાધાકાળમાં કર્મો ઉદયમાં આવીને ફળ આપતા નથી. અબાધાકાળ પૂરો થતા કર્મો ઉદયમાં આવે છે અને જીવને ફળ આપે છે.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ અબાધા હોય. જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે જઘન્ય અબાધા હોય. આયુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ઉત્કૃષ્ટ અબાધા હોઇ શકે અથવા જઘન્ય અબાધા પણ હોઇ શકે. આયુષ્યના જઘન્ય સ્થિતિબંધમાં જઘન્ય અબાધા હોઇ શકે અથવા ઉત્કૃષ્ટ અબાધા પણ હોઇ શકે.
જે પ્રકૃતિનો જેટલા કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય તે પ્રકૃતિની તેટલા સો વર્ષની ઉત્કૃષ્ટ અબાધા હોય. દા.ત. જ્ઞાનાવરણ-પનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તેથી જ્ઞાનાવરણ પની ઉત્કૃષ્ટ ૩૦ x ૧૦૦ = ૩,૦૦૦ વર્ષ પ્રમાણ છે. તીર્થંકર નામકર્મ અને આહારક ૨ ની ઉત્કૃષ્ટ અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ છે. આયુષ્ય ૪ ની ઉત્કૃષ્ટ અબાધા ૧/૩ ક્રોડ પૂર્વ પ્રમાણ છે. દેવ, નારકી અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચને આયુષ્યની ઉત્કૃષ્ટ અબાધા ૬ માસ હોય છે. શેષ જીવોને આયુષ્યની બધી પ્રકૃતિઓની જઘન્ય અબાધા અંતમુહૂર્ત પ્રમાણ છે. ઉત્કૃષ્ટ અબાધા સ્વભવનો ત્રીજો ભાગ હોય છે.
બધી પ્રવૃતિઓની જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
નિષેકરચના-અબાધાકાળ સિવાયની કર્મસ્થિતિમાં કર્મની નિષેકરચના થાય છે. પહેલા સમયે ઘણા કર્મદલિકો ગોઠવાય છે, બીજા સમયે વિશેષહીન કર્મદલિકો ગોઠવાય છે, ત્રીજા સમયે વિશેષહીન કર્મદલિકો ગોઠવાય છે. એમ ચરમસમય સુધી ઉત્તરોત્તર સમયે વિશેષહીન કર્મદલિકો ગોઠવાય છે. કર્મદલિકોની આવી રચના નિષેકરચના કહેવાય છે. સ્થાપના (/luu) હકીકતમાં આત્મ પ્રદેશો ઉપર કર્મદલિકોની આવી કોઇ ગોઠવણી નથી, પણ પહેલા સમયે ઉદયમાં આવનારા કર્મદલિકો તે પહેલા સમયનો નિષેક (કર્મદલિકોનો સમૂહ) છે, બીજા સમયે ઉદયમાં આવનારા કર્મદલિક તે બીજા સમયનો નિષેક છે. આમ ક્રમશઃ જે જે સમયે જે જે કર્મલિકો ઉદયમાં આવવાના હોય તે તે દલિકો તે તે સમયના નિષેક
© ૫૬D જૈન દષ્ટિએ કર્મવિશાન..