________________
થઇ જાય છે. એની પરંપરા ચાલતી નથી. પાપાનુબંધી પાપ નવું પાપ બંધાવે છે. તેથી પાપની પરંપરા ચાલે છે.
(૪) પુણ્યાનુબંધી પાપ – દુભાતા હૈયે પાપ કરવાથી, પાપ કર્યા પછી પસ્તાવો કરવાથી પુણ્યાનુબંધી પાપ બંધાય છે. જે પાપના ઉદય વખતે નવું પુણ્ય બંધાય છે એ પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. પસ્તાવાપૂર્વક કરેલા પાપથી બંધાયેલા પાપકર્મના ઉદય વખતે સત્બુદ્ધિ જાગે છે. એ સદ્ગુદ્ધિ પાપોદયના કાળમાં ધર્મ કરવા પ્રેરે છે. તેથી નવું પુણ્ય બંધાય છે. પુણ્યાનુબંધી પાપના ઉદયથી એકવાર પ્રતિકૂળતાઓ આવે છે, પણ એ પ્રતિકૂળતાઓમાં અડગ રહીને ધર્મ ક૨વાથી નવું પુણ્ય બંધાય છે. તેથી પુણ્યની પરંપરા ચાલે છે.
મોટા ભાગના જીવોના જીવનમાં પાપાનુબંધી પુણ્ય કે પાપાનુબંધી પાપનો ઉદય દેખાય છે. પુણ્યના ઉદયમાં ધર્મ કરવાની બદલે તેઓ પાપ કરે છે. પાપના ઉદય વખતે બોધપાઠ લઇને નવો ધર્મ કરવાના બદલે તેઓ પાપજન્ય દુઃખને દૂર કરવા માટે નવા પાપો કરે છે.
ઉદય પુણ્યનો હોય કે પાપનો એ બહુ મહત્ત્વની વાત નથી. પુણ્યના કે પાપના ઉદયમાં ધર્મ કરીને આપણે નવું પુણ્ય બાંધવું જોઇએ, જે આપણને સદ્ગતિ અને સિદ્ધિગતિ સુધી પહોંચવામાં સહાયક બને.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૪૭