________________
(b)
(૯) આદેય નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું ગમે તેવું યુક્તિ વિનાનું વચન પણ બધા માને અને જીવના દર્શન માત્રથી તેને સન્માન વગેરે મળે તે. (૧૦) યશ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને યશ અને કીર્તિ મળે છે. દાન-પુણ્યથી ફેલાયેલી ખ્યાતિ તે કીર્તિ. પરાક્રમથી ફેલાયેલી ખ્યાતિ તે યશ. અથવા, એક દિશામાં ફેલાયેલી ખ્યાતિ તે કીર્તિ અને બધી દિશામાં ફેલાયેલી ખ્યાતિ તે યશ. સ્થાવર દશક – જેમાં સ્થાવર નામકર્મ પ્રથમ છે એવી દશ કર્મપ્રકૃતિઓનો સમૂહ તે સ્થાવરદશક તે દશ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) સ્થાવર નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને સ્થાવરપણું મળે તે. તાપ વગેરે પીડા આવે ત્યારે પોતાની ઇચ્છા મુજબ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જઈ ન શકે તે સ્થાવર. (૨) સૂક્ષ્મ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવને સૂક્ષ્મપણું મળે તે. એક કે બે કે સંખ્યાતા કે અસંખ્યાતા શરીરો ભેગા થાય તો પણ આંખથી જોઇ ન શકાય તે સૂક્ષ્મ. (૩) અપર્યાપ્ત નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરવા સમર્થ ન બને તે. (૪) સાધારણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને અનંતા જીવો વચ્ચે એક એવું સાધારણ શરીર મળે તે. (૫) અસ્થિર નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને નાભિની નીચેના અશુભ અવયવો મળે તે. (૬) અશુભનામકર્મ- જે કર્મના ઉદયથી જીવને નાભિની નીચેના અશુભ અવયવો મળે તે. (૭) દુર્ભગ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ ઉપકારી હોવા છતાં બધાને અપ્રિય થાય તે. (૮) દુઃસ્વર નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને સાંભળનારને અપ્રીતિ થાય તેવો ખરાબ સ્વર મળે તે. (૯) અનાદેય નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું યુક્તિવાળુ
વિશ્વસંચાલનનો મૂલાધાર
(૩૯૭)