________________
નામકર્મના ઉદયથી શરીર યોગ્ય પુદ્ગલો એકઠા કરાય છે. તેના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે – (a) ઓદારિક સંઘાતન નામકર્મ ઃ જે કર્મના ઉદયથી જીવ દારિક
પુગલોને એકઠા કરે તે. (b) વેક્રિય સંઘાતન નામકર્મ ઃ જે કર્મના ઉદયથી જીવ વૈક્રિય પુદ્ગલોને
એકઠા કરે તે. (૯) આહારક સંઘાતન નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવ આહારક પુદ્ગલોને
એકઠા કરે તે. () તૈજસ સંઘાતન નામકર્મ ઃ જે કર્મના ઉદયથી જીવ તેજસ પુગલોને
એકઠા કરે તે. (e) કાર્યણ સંઘાતન નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવ કાર્મણ પુગલોને
એકઠા કરે તે. ૭) સંઘયણ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે સંઘયણ એટલે
હાડકાની રચના પ્રાપ્ત થાય તે સંઘયણ નામકર્મ. તે છ પ્રકારના છે. તે આ પ્રમાણે(a) વજ ઋષભનારાચ સંઘયણ : જે હાડકાની રચનામાં બે હાડકા બે
બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય, તેમની ઉપર હાડકાનો વીંટાયેલો પાટો હોય અને ઉપર ત્રણને બાંધનાર હાડકાની ખીલી હોય તે. વજ એટલે હાડકાની ખીલી. ઋષભ એટલે હાડકાનો પાટો. નારાચ એટલે મર્કટબંધ. મર્કટ એટલે વાંદરાનું બચ્યું. તે જેમ માતાની છાતીએ જોરથી
વળગી રહે છે તે રીતે બે હાડકા પરસ્પર વળગેલા હોય તે મર્કટબંધ. (b) ઋષભનારા સંઘયણ : જે હાડકાની રચનામાં બે હાડકા બે બાજુ
મર્કટબંધથી બંધાયેલા હોય અને તેમની ઉપર હાડકાનો પાટો વીંટાયેલો
હોય તે. (c) નારા સંઘયણઃ જે હાડકાની રચનામાં બે હાડકા બે બાજુ મર્કટબંધથી
બંધાયેલા હોય તે. () અર્ધનારાચ સંઘયણ ઃ જે હાડકાની રચનામાં બે હાડકા એક બાજુ
મર્કટબંધથી બંધાયેલા હોય અને બીજી બાજુ ખીલીથી જોડાયેલા હોય તે. (e) કીલિકા સંઘયણ ? જે હાડકાની રચનામાં બે હાડકા માત્ર ખીલીથી
જોડાયેલા હોય તે. વિશ્વસંચાલનનો મૂલાધાર હા ૩૧ )