________________
અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધનો અનંતમાં ભાગથી ગુણતા આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
() શ્વાસોચ્છવાસની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની શ્વાસોચ્છવાસની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. શ્વાસોચ્છવાસની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની શ્વાસોચ્છવાસની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની શ્વાસોચ્છવાસની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
શ્વાસોચ્છવાસવર્ગણાના પુગલોનો ઉપયોગ શ્વાસોચ્છવાસ લેવામાં થાય છે.
શ્વાસોચ્છવાસની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
(૭) મનની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની મનની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. મનની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની મનની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મનની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
મનોવર્ગણાના પુગલોનો ઉપયોગ વિચારવામાં થાય છે.
મનની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા
વિશ્વસંચાલનનો મૂલાધાર
૯ ૧૩p)