________________
છે
કર્મ એટલે શું ? કર્મબંધ એટલે શું દરેક સંસારી જીવ પોતે જે અવગાહનામાં રહે છે, ત્યાં રહેલા કાર્પણ વર્ગણાના પુદ્ગલોને મિથ્યાત્વ વગેરે હેતુઓ વડે ગ્રહણ કરી આત્માની સાથે દુધ-પાણીની જેમ અથવા લોઢા-અગ્નિની જેમ એકમેક કરે છે. આ ક્રિયા કર્મબંધ કહેવાય છે. આત્માની સાથે એકમેક થયેલા કાર્મણ વર્ગણાના પુગલો કર્મ કહેવાય છે. કોરા કપડા ઉપર ધૂળ એકદમ ચોંટતી નથી. ભીના કપડા ઉપર ધૂળ એકદમ ચોંટી જાય છે. કપડાના સ્થાને જીવ છે. ભીનાશના સ્થાને મિથ્યાત્વ વગેરે હેતુઓ છે. ધૂળના સ્થાને કાશ્મણ વર્ગણાના પુદ્ગલો છે. મિથ્યાત્વ વગેરે હેતુઓ વડે ભીના બનેલા જીવ ઉપર કાર્મણ વર્ગણાના પુગલો એકદમ ચોંટી જાય છે. અહીં ફરક એટલો છે કે કપડું પહેલાં ચોખું હતું પછી મલિન થયું, જ્યારે જીવ અનાદિકાળથી મેલો છે અને નવા કર્મબંધથી વધુ મેલો થાય છે. જીવ આ જગતમાં અનાદિકાળથી છે અને જીવ-કર્મનો સંયોગ પણ અનાદિકાળથી છે. જેમ વૃક્ષ અને બીજની પરંપરાની કોઇ શરૂઆત નથી, જેમ મરઘી અને ઇંડાની પરંપરાની કોઇ શરૂઆત નથી, તેમ જીવ અને કર્મના સંયોગની કોઈ શરૂઆત નથી. જો જીવ અને કર્મના સંયોગની શરૂઆત માનીએ તો એમ માનવું પડે કે એ સંયોગ પૂર્વે જીવ શુદ્ધ હતો અને પછીથી એને કર્મ લાગ્યા. આવું માનીએ તો મોક્ષમાં ગયેલા શુદ્ધ આત્માઓને પણ કર્મ લાગવા જોઇએ. પણ એ થતું નથી. તેથી જીવ-કર્મના સંયોગની શરૂઆત મનાય નહીં. તે સંયોગ અનાદિકાળનો છે.
જે કર્મો જે જીવે બાંધ્યા હોય તે કર્મોના ફળ તે જીવે જ ભોગવવા પડે છે. બીજો કોઇ જીવ તે કર્મોના ફળને ભોગવી શકતો નથી.
શંકા ઃ કાશ્મણ વર્ગણાના પુદ્ગલો એટલે શું ?
સમાધાન : વર્ગણા એટલે જાતિ. (જાતિ=એક જ સરખા પદાર્થનો | વ્યક્તિનો સમુહ) આકાશમાં આઠ જાતિના પુગલો છે. તેમાં આઠમી જાતિના પુગલો તે કાર્મણ વર્ગણાના પુદ્ગલો છે. આઠ પ્રકારના પુદ્ગલો આ પ્રકારે છે(૧) ઔદારિક વર્ગણાના પુદ્ગલો (૫) ભાષા વર્ગણાના પુદ્ગલો
વિથસંચાલનનો મૂલાધાર
( ૯
D