________________
પ્રતિકૂળ આચરણ કરે ત્યારે એ વ્યક્તિ કે વસ્તુ દોષિત નથી, પણ મારા કર્મો જ દોષિત છે.” એમ વિચારી તે વ્યક્તિ કે વસ્તુ ઉપર ગુસ્સો નથી કરતો, પણ પોતાના કર્મો ઉપર જ ગુસ્સો કરી તેમને દૂર કરવાના પ્રયત્નો કરે છે. ગુસ્સો કરવાથી મને કર્મબંધ થશે. મારે એ કર્મોનું ફળ ભોગવવું પડશે.' એમ વિચારીને પણ એ ગુસ્સો નથી કરતો. ‘જો હું ગુસ્સો કરીશ તો સામી વ્યક્તિ પણ ગુસ્સે થશે અને પ્રતિકૂળ આચરણ કરશે. તેથી તેનો આત્મા પણ કર્મથી ભારે થશે. તે બિચારો કર્મથી ભારે છે જ. તેમાં વળી કર્મોનો નવો ભાર તેની ઉપર આવશે તો તે બિચારો બહુ જ દુઃખી થઇ જશે.” આ સામી વ્યક્તિને થનારા કર્મબંધને વિચારીને પણ તે ગુસ્સો કરતો નથી. “હું તો કર્મવાદને સમજેલો છું. તે બિચારો કર્મવાદને સમજ્યો નથી. અણસમજને લીધે તે પ્રતિકૂળ આચરણ કરે એ કદાચ બરાબર છે, પણ કર્મવાદની સમજણ મળ્યા પછી પણ હું જો ગુસ્સો કરું અને તેના જેવો થઇ જાઉં તો તે મારા માટે તદ્દન અયોગ્ય છે. આમ કરવાથી તેનામાં અને મારામાં કોઇ ફેર નહીં રહે.” આમ વિચારીને પણ તે ગુસ્સો ન કરે. “એ પ્રતિકૂળ આચરણ કરે છે. એનું ફળ એના કર્મો એને આપશે. મારે કાયદો હાથમાં લેવાની જરૂર નથી. જો હું ગુસ્સો કરીશ તો હું પણ ગુનેગાર થઇશ અને મારે એ ગુનાની સજા ભોગવવી પડશે.” આમ વિચારીને તે ક્ષમા રાખે. “સામી વ્યક્તિને એના કર્મો પ્રતિકૂળ આચરણ કરવા પ્રેરે છે. દોષ એના કર્મોનો છે, એનો નહીં. એ તો બિચારો કર્મનો ગુલામ છે. કર્મ કરાવે તેમ તે કરે છે.” આમ વિચારીને તે બધુ સહન કરે, પણ પ્રતિકાર ન કરે. કર્મવાદ સમજેલ વ્યક્તિ આવી અનેક વિચારણાઓથી મનને મનાવી લે છે પણ એને ગુસ્સાથી કલુષિત થવા નથી દેતો. કોઇ પાસે આપણું લેણું લેવાનું બાકી હોય તો એ લેવાનું આપણે ચુકતા નથી. લેણુ જુનુ હોય તો વ્યાજ સાથે લઇએ છીએ. સજ્જન માણસ પોતાની ઉપર કોઇનું દેવું હોય તો તે અવશ્ય ચુકવી દે છે. જૂનુ દેવું હોય તો તે વ્યાજ સહિત ચુકવી દે છે. પુણ્યોદય એ આપણું લેણું છે. પાપોદય એ આપણું દેવું છે. પૂર્વે પુણ્ય બાંધ્યું હોવાથી આપણે લેણાના હકદાર છીએ. અત્યારે પુણ્યોદયથી આપણને બધુ મળે છે. એ બધું આપણને ગમે છે. પુણ્યોદયથી મળતું લેણું વ્યાજ સહિત આપણને મળે છે. પુણ્યોદય આપણને ગમે છે. પણ પાપોદય આપણને ગમતો નથી. પૂર્વે અશુભ કાર્ય કરીને પાપનું દેવું આપણે ઊભું કર્યું છે. અત્યારે વ્યાજ
હ૧૫૬DD) જેની દષ્ટિએ કર્મવિજ્ઞાન..