SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વાંક નથી, વાંક તો ટપાલ લખનારનો છે. પોસ્ટમેનને ધમકાવવાને બદલે ટપાલ લખનારને જ ધમકાવવો જોઇએ. માઇકમાંથી આવતો અવાજ કર્કશ હોય તો તેમાં માઇકનો દોષ નથી, બોલનાર કે ગાનારનો જ દોષ છે. માઇક બદલવાને બદલે બોલનાર કે ગાનારને જ સુધારવો કે બદલવો જોઇએ. | માલીકે નોકર પાસે બીજાને ખરાબ મીઠાઇ મોકલાવી અને તે મીઠાઇ ખાવાથી તે માણસ બીમાર પડે તેમાં નોકરનો વાંક નથી, મીઠાઇ મોકલનાર માલીકનો જ વાંક છે. તેમ કોઇ વ્યક્તિ કે વસ્તુએ આપણને દુઃખી કર્યા તો એમાં તે વ્યક્તિ કે વસ્તુનો વાંક નથી, વાંક તો એ વ્યક્તિ કે વસ્તુ પાસે આપણને દુઃખી કરવાનું કામ કરાવનાર આપણા કર્મોનો જ છે. માટે વ્યક્તિ કે વસ્તુને દૂર કરવાને બદલે કર્મોને જ દૂર કરવા પુરૂષાર્થ કરવો. દુનિયામાં કોઇ આપણું સારું કે ખરાબ કરતું નથી, આપણું સારું કે ખરાબ આપણા કર્મો જ કરે છે. માટે બીજા કોઇને દોષ ન દેવો, કર્મને જ દોષ દેવો. બીજા કોઇ ઉપર આક્રોશ ન કરવો, કર્મો ઉપર આક્રોશ કરવો. બીજા કોઇને મારવા નહીં, કર્મોને જ મારવા. બીજા કોઇનો નાશ ન કરવો કર્મોનો જ નાશ કરવો. કારક કકકક દર્દકે : : : : ::: " - કમર - 2 / 1. . ': વિશ્વસંચાલનનો મૂલાધાર હC૧૫૩ )
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy