________________
સંપ્રતિ મહારાજાના જીવે પૂર્વે ભીખારીના ભવમાં એક દિવસનું ચારિત્ર પાળ્યું હતું. તેનાથી બંધાયેલા પુણ્યકર્મે તેમને સંપ્રતિના ભવમાં જનમથી રાજા બનાવ્યા.
રાવણે અષ્ટાપદ પર ભાવથી પ્રભુભક્તિ કરી તીર્થંકરનામકર્મ બાંધ્યું, જે તેમને ભવિષ્યમાં તીર્થકર બનાવશે.
સંભવનાથ ભગવાનના જીવે પૂર્વભવે દુકાળમાં સાધર્મિક ભક્તિ કરી તીર્થકર નામકર્મ બાંધ્યું, જેણે તેમને તીર્થંકર બનાવ્યા.
બાહુ-સુબાહુ મુનિઓએ ૫૦૦ મહાત્માઓની વૈયાવચ્ચ કરી એવું પુણ્યકર્મ બાંધ્યું કે બીજા ભવે તેઓ ભરત ચક્રવર્તી અને બાહુબલી' બન્યા.
કાર્તિકશેઠે શ્રાવકની પાંચમી પ્રતિમાની આરાધના ૧૦૦ વાર કરી. તેનાથી બંધાયેલ પુણ્યકર્મે તેમને બીજાભવે પહેલા દેવલોકના ઇન્દ્ર બનાવ્યા.
આ બધા ઉપરથી એ સમજવાનું છે કે, “ધર્મકાર્ય કરનારાની ઉપર કર્મ મહેર કરે છે. માટે ધર્મકાર્યમાં જોડાઇ જવું.'
પુણ્યકર્મ ઉપર પણ વિશ્વાસ કરવા જેવો નથી. એ પણ એક પ્રકારનું બંધન જ છે. પાપકર્મ એ લોઢાની બેડી જેવું છે, તો પુણ્યકર્મ એ સોનાની બેડી જેવું છે. પુણ્યકર્મ આપણને આરાધનામાં સહાયક બને છે. એટલા પૂરતો એનો ઉપયોગ કરી આરાધના દ્વારા બધા કર્મોના નાશ માટે જ પ્રયત્ન કરવો. પુણ્યકર્મ અને પાપકર્મ બન્નેનો સંપૂર્ણ નાશ થવા પર જ જીવનો મોક્ષ થાય છે. પુણ્યોદયના કાળમાં બેદરકાર રહેનાર જીવ ચીકણાં કર્મો બાંધી સંસારમાં ભટકતો થઇ જાય છે. પુણ્યોદયના કાળમાં સાવધ રહી સાધના કરનાર જીવ બધા કર્મોનો અંત કરી મોક્ષે જાય છે.
આમ કર્મ નીચે રહેલાને ઊંચે લાવે છે અને ઊંચે રહેલાને નીચે પણ લાવે છે. કર્મ જીવોને વિવિધ ખેલો ખેલાવે છે. જીવો તેની આજ્ઞા મુજબ રમ્યા કરે છે. અજ્ઞાની જીવોને ખબર પડતી નથી કે કર્મ તેમને નાચ નચાવે છે. કર્મના ખેલ સમજવા બહુ મુશ્કેલ છે. અજ્ઞાની જીવો આ ખેલ સમજતા નથી. તેઓ કર્મને મિત્ર માનીને તેને પુષ્ટ કર્યા કરે છે. કોઇક વિરલા જીવો જ કર્મોના આ ખેલોને સમજી શકે છે. તેઓ કર્મને બરાબર ઓળખી લે છે. તેઓ કર્મને દુશ્મન તરીકે જાણે છે. તેઓ કર્મનો નિકાલ કરવાનો પુરૂષાર્થ કરે છે. આપણે પણ કર્મના ખેલને બરાબર સમજી લઇએ અને તેને દૂર કરવાના કડક પગલા આજથી જ લઇએ.
C૧૪૮D D
જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...