________________
અસત્ય બોલ્યા. કર્મોએ તેમને અનંતભવ ભટકવાની સજા કરી.
ચિત્ર અને સંભૂતિએ પૂર્વભવે મુનિની દુર્ગંચ્છા કરીને નીચગોત્રકર્મ બાંધ્યું. તેના પ્રભાવે તેઓ ચિત્ર-સંભૂતિના ભવમાં ચંડાળકુળમાં ઉત્પન્ન થયા. રૂપસેને સુનંદાને વિકારી દૃષ્ટિથી જોઇ અને તેની સાથે ભોગના વિચારો કર્યા. તેથી કુકર્મો બાંધી તેને સાત ભવ જનાવરના કરવા પડ્યા અને સાતે ભવમાં સુનંદાના કારણે મરવું પડ્યું.
સર્ગે માતાને ગુસ્સામાં કહ્યું, ‘શું તું શૂળીએ ચઢવા ગઇ હતી ?' ચંદ્રામાતાએ પુત્ર સર્ગને ગુસ્સામાં કહ્યું, ‘શું તારા કાંડા કપાઇ ગયા હતા ?' આથી બંધાયેલા કર્મોએ બીજા ભવમાં સર્ગના જીવને શૂળીએ ચઢાવ્યો અને ચંદ્રાના જીવના કાંડા કપાવ્યા.
લક્ષ્મણા સાધ્વીજીએ ચકલા-ચકલીની સંભોગ ક્રિયા જોઇને વિચાર કર્યો કે, ‘ભગવાને સંભોગની છૂટ કેમ ન આપી ?' આવા વિચારો કરીને, અશુદ્ધ પ્રાયશ્ચિત્તના અને માયાના કારણે બાંધેલા કર્મોએ તેમને ૮૦ ચોવીશી સુધી અસંખ્ય ભવોમાં ભમાવ્યા.
ઋષિદત્તા રાજકુમારીના જીવે પૂર્વે ગંગસેના રાજકુમારીના ભવમાં સાધ્વીજીને કલંક આપ્યું હતું. તેથી બંધાયેલા કર્મોએ ઋષિદત્તાના ભવમાં તેણીને કલંક આપ્યું.
દેવકી માતાના જીવે પૂર્વભવમાં શોક્યના સાત રત્નો ચોર્યા હતા. તેનાથી બંધાયેલા કર્મના પ્રભાવે દેવકીના ભવમાં તેમના સાત પુત્રો ચોરાયા.
ઢંઢણૠષિના જીવે પૂર્વભવે ખેડૂતો પાસે વધુ મજુરી કરાવી તેમને ભોજનમાં અંતરાય કર્યો હતો. તેથી ઢંઢણૠષિના ભવમાં તેમને પોતાની લબ્ધિથી આહાર ન મળ્યો. આ તેમના પાપકર્મોનો ખેલ હતો.
પીઠ અને મહાપીઠ મુનિઓને સાધુઓની વૈયાવચ્ચ કરનારા બાહુ અને સુબાહુ મુનિઓ ૫૨ ઇર્ષ્યા થઇ અને તેમની પ્રશંસા કરનારા ગુરૂ ઉપર અસદ્ભાવ થયો પરિણામે બીજા ભવમાં તેમને બ્રાહ્મી અને સુંદરી રૂપે સ્ત્રી અવતા૨ લેવો પડ્યો. આ તેમના કર્મોનું જ પરિણામ હતું.
અંજનાસુંદરીના જીવે પૂર્વે કનકોદરી રાણીના ભવમાં શોક્યની જિનપ્રતિમા અશુચિસ્થાનમાં નાંખી દીધી હતી. તેથી બંધાયેલા દુષ્કર્મોને લીધે તેણીને અંજનાસુંદરીના ભવમાં ૨૨ વર્ષ સુધી પતિનો અસહ્ય વિયોગ સહન કરવો પડ્યો.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૧૪૫