SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય ભોગવવો પડશે અને પછી કર્મો રવાના થશે. જો અબાધાકાળમાં જોરદાર સાધના કરીને કર્મોને ખંખેરી નાંખ્યા તો કર્મોનો ઉદય ભોગવવો નહી પડે.પહેલા ઉપાયમાં આત્માએ ઘણું સહન કરવાનું છે, જ્યારે બીજા ઉપાયમાં આત્માએ ઓછું સહન કરવાનું છે. પહેલો ઉપાય મોંઘો છે. જયારે બીજા ઉપાયથી સસ્તામાં કર્મોનો નિકાલ થઈ જાય છે. પહેલા ઉપાયમાં આપણે પરાધીનપણે સહન કરવાનું છે. બીજા ઉપાયમાં આપણે સ્વેચ્છાએ સહન કરવાનું છે. પહેલા ઉપાયમાં આપણે અણસમજમાં સહન કરવાનું છે. બીજા ઉપાયમાં આપણે સમજણપૂર્વક સહન કરવાનું છે. પાણી આવતા પહેલા આપણે પાળ નહીં બાંધીએ તો પુરમાં તણાઈ જઇશું. કર્મોનો ઉદય થતાં પહેલા સાવધ બની આપણે આરાધના નહીં કરીએ તો કર્મોના ભયંકર ફળ આપણે ભોગવવા પડશે. હમણા નિરાંતે બેસણું તો પછી હેરાનગતિનો પાર નહી રહે. હમણા થોડુ સહન કરીશું તો કાયમ માટે નિરાંત થઈ જશે. અંગ્રેજીમાં કહેવત છે-A stich in time saves nine. અબાધાકાળમાં આપણે દાન, શીલ, તપ, ભાવ, સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, જાપ, ત્યાગ, ધ્યાન, ભક્તિ વગેરે ધર્મસાધનાઓમાં જોડાઇ જવાનું છે. આ સાધનાઓ શરૂઆતમાં કદાચ થોડી કષ્ટદાયક લાગશે પણ એનાથી થનારા અનેક લાભો, અને સાધના ન કરવાથી ભાવમાં આવનારા અનેકગુણા કષ્ટો-આ બન્ને વિચારીશું તો સાધનાના કષ્ટો એ કષ્ટો નહીં લાગે અને ઉલ્લાસપૂર્વક આરાધના થશે. દવા કડવી હોવા છતાં રોગને દૂર કરી આરોગ્ય આપતી હોવાથી રોગી દવાને લે છે. તેમ સાધના કષ્ટદાયક હોવા છતાં કર્મરોગને દૂર કરી આત્માને એના શુદ્ધ સ્વરૂપ રૂપી આરોગ્ય આપતી હોવાથી આપણે કરવી જ જોઇએ. દવા નહી લેનારને રોગની પીડા સહન કરવી પડે છે. તેમ અબાધાકાળમાં સાધના નહીં કરનારને ભાવિમાં કર્મના ઉદયજન્ય પીડાઓ સહન કરવી પડે છે. અબાધાકાળમાં જેમ સાધનાથી જૂના અશુભ કર્મોનો નિકાલ થાય છે તેમ નવા શુભ કર્મોનો બંધ પણ થાય છે જે ભવિષ્યમાં આપણને વધુ આરાધના માટેની બધી અનુકૂળ સામગ્રી આપે છે. આમ અબાધાકાળમાં સાધના કરવાથી બમણો લાભ થાય છે-પાપકર્મોની નિર્જરા થાય છે અને મજબૂત પુણ્ય ઊભું વિશ્વસંચાલનનો મૂલાધાર ૭ ૧૩૭ )
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy