________________
છૂટી પડે છે અને સુવર્ણ શુદ્ધ બને છે, તેમ આત્મા અને કર્મનો સંયોગ અનાદિકાળનો હોવા છતાં વિશિષ્ટ સાધનાથી સંયોગનો અંત આવતા કર્મો છૂટા પડે છે અને આત્મા શુદ્ધ બનીને મુક્ત બને છે. સંસારમાં રહેલા બધા જીવો કર્મોને લીધે ૮૪ લાખ યોનિઓમાં ભટકે છે. ફૂટબોલના ખેલાડીઓ ફૂટબોલને સતત કીક માર્યા કરે છે, તેથી તે ફૂટબોલ સતત મેદાનમાં ફરતો રહે છે. તેમ કર્મો સંસારી જીવોને સંસારના ચારગતિના મેદાનમાં સતત કીક માર્યા કરે છે. તેથી સંસારી જીવો સંસારમાં સતત ભમ્યા કરે છે. મેદાનથી બહાર નીકળી ગયેલા ફૂટબોલને કોઈ કીક મારતું નથી, તેમ સંસારથી મુક્ત થયેલા મોક્ષે ગયેલા મુક્તાત્માઓને કર્મો હેરાન કરતા નથી.
માણસ રોજ દાંત સાફ કરે છે. તે રોજ શરીરને પણ સ્નાનથી શુદ્ધ કરે છે. તે રોજ વસ્ત્રોને પણ ધુવે છે. તે રોજ ઘરને પણ ઝાપટઝુંપટ અને ઝાડુપોતા કરીને ચોખુ રાખે છે. તે રોજ ગાડીને પણ ધોવડાવે છે. તે રોજ ચશ્માને પણ સાફ કરે છે. તે રોજ બૂટને પાલીશ કરાવે છે. તે રોજ પોતાના વાસણ પણ ધોવડાવે. તે રોજ પોતાનું ફળીયુ પણ સાફ કરે છે. આ બધું રોજ ચોકખુ કરનારો માણસ પોતાના આત્માને ક્યારેય ચોકખો નથી કરતો એ કેવી કરૂણતા છે ! બહારની મલિનતા એને ગમતી નથી. પણ અંદરની મલિનતા એને ગમે છે. ઘણાને તો પોતાનો આત્મા કર્મોથી મલિન છે એની પણ ખબર નથી. આજ સુધી આપણે બહારની મલિનતા તો ઘણી દૂર કરી. હવેથી આપણે આત્મા પર લાગેલી કર્મોની મલિનતાને દૂર કરવા પ્રયત્નશીલ બનીએ. ચાલો આપણા આત્માને ચોકખો કરીએ.
આત્મા પરથી કર્મોની મલિનતા દૂર થતા એ આત્મા સ્વયં પરમાત્મા બની જાય છે. આવો, આપણા આત્મા પર લાગેલા કર્મોને દૂર કરી અને કર્મોની પાછળ છુપાયેલા પરમાત્માને પ્રગટ કરીએ.
સંસારી આત્મા = આત્મા + કર્મ સંસારી આત્મા – કર્મ = પરમાત્મા.
(૧૨૮) ) જેન દષ્ટિએ કર્મવિજ્ઞાન...