________________
જ બધા કર્મોથી હંમેશ માટે જીવતો ,
છુટકારો તે મોક્ષ નિર્મલનું ગામડામાં એક મકાન હતું. ઘણા સમયથી તે બંધ પડ્યું હતું. એકવાર કંઇ કામ પડતા નિર્મલ ગામડે ગયો. તેણે ઘર ખોલ્યું. ઘરની બારીઓ ખુલ્લી હતી. તેથી ઘરમાં ઘણી ધૂળ ભરાઇ ગઇ હતી. ઘરમાં અંધારું હતું. તેથી નિર્મલને ધૂળની ખબર ન પડી. પગમાં ધૂળ આવી એટલે તરત ધૂળ જોવા તેણે લાઇટ કરી. લાઇટના પ્રકાશમાં તેણે ઘરની હાલત જોઇ. ચારે બાજુ જાળા લાગી ગયેલા, ધૂળના થર જામી ગયેલા. નિર્મલે ઘરને સાફ કરવા વિચાર્યું. પહેલા તેણે બારી-બારણા બંધ કરી દીધા, કેમકે બહાર ઘણો પવન હતો. તે પવનને લીધે ઘરમાં ઘણી ધૂળ આવતી હતી. બારી-બારણા બંધ કરવાથી હવે તે બહારની ધૂળ અંદર આવતી બંધ થઈ ગઈ. પછી નિર્મલે ઝાડું હાથમાં લઇ ઘર સાફ કરવા માંડ્યું. ત્રણ-ચાર વાર તેણે ઝાડુ લગાવ્યું. ઝાડુથી જાળા કાઢ્યા. પછી પાણીના પોતા કર્યા. પછી ઘર એકદમ ચોક્ખું થઇ ગયું. તેમાં જરાય ધૂળ ન રહી. હવે તે ઘર રહેવા માટે યોગ્ય બન્યું. આમ ઘરને ચોખું કરવા નિર્મલે ત્રણ પ્રક્રિયા કરી-પહેલા લાઇટ કરી. પછી બારી બારણા બંધ કર્યા. પછી ઝાડુ પોતા કર્યા. આમ ઘર ચોકખું થયું.
આત્મારૂપી ઘરમાં કર્મોની ધૂળ અને કર્મોના જાળા અનાદિકાળથી ભરાઇ ગયા છે. આત્માને ચોક્ખો કરવા ત્રણ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. પહેલા અજ્ઞાનના અંધકારને લીધે આત્માને પોતાની મલિનતાનું ભાન થતું નથી. જ્ઞાનથી આત્માને પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. કર્મોને લીધે પોતે મલિન થયો છે એવો એને ખ્યાલ આવે છે. શું કરવાથી પોતાની મલિનતા દૂર થશે એની એને સમજણ પડે છે. જ્ઞાનનો પ્રકાશ થયા પછી સંવર દ્વારા બારીબારણા બંધ કરવા, એટલે કે આત્મામાં કર્મોને આવવાના જે જે રસ્તાઓ છે, તેમને બંધ કરવા. આમ કરવાથી નવા કર્મો આત્મામાં આવતા અટકે છે. આ સંવર સાથે સાથે નિર્જરાના ઝાડુ-ફટા પણ કરવા, એટલે કે બાર પ્રકારના તપથી આત્મા પરના કર્મોને દૂર કરવા. આમ કરવાથી આત્મામાં રહેલા જૂના કર્મોનો નિકાલ થાય છે. નિર્મલે ત્રણ-ચાર ઝાડુ મારીને પછી ફટ્ટો કર્યો.
હ (૧૨ ) જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન..