________________
છે. ઉદયતા બે પ્રકાર ઉદયની વ્યાખ્યા પૂર્વે કરી છે. તે ઉદય બે પ્રકારનો છે. તે આ પ્રમાણે૧) વિપાકોદય અને ૨) પ્રદેશોદય.
૧) વિપાકોદય :- અબાધાકાળ પૂર્ણ થયા પછી કર્મો પોતાનું ફળ બતાવે છે. તેને જીવ ભોગવે છે. તે ભોગવતી વખતે જીવને તે ફળનો અનુભવ થાય તો તે વિપાકોદય કહેવાય છે. જે કર્મોદય જીવને અવશ્ય ફળ આપે તે વિપાકોદય કહેવાય. વિપાકોદય આઠે કર્મોનો થાય છે.
૨) પ્રદેશોદય - અબાધાકાળ પૂર્ણ થવા છતાં જે પ્રકૃતિઓનો વિપાકોદય થતો નથી તેમનો પ્રદેશોદય થાય છે. કર્મોને ભોગવતી વખતે જીવને તેના ફળનો અનુભવ ન થાય અને કર્મ ભોગવાઇ જાય તો તે પ્રદેશોદય કહેવાય છે. જે કર્મોદયથી જીવને ફળ આપ્યા વિના વિપાકોદયવાળી અન્ય સજાતીય પ્રકૃતિમાં ભળી જઇને કર્મ ભોગવાઇ જાય તે પ્રદેશોદય. પ્રદેશોદયથી કર્મો સિબુક સંક્રમ વડે ભોગવાય છે. તે આ પ્રમાણે-જે પ્રકૃતિનો વિપાકોદય ન હોય તેના દલિકો જે પ્રકૃતિનો વિપાકોદય હોય તેની તે તે સમયની સ્થિતિમાં સંક્રમીને વિપાકોદયવાળી પ્રકૃતિના દલિકોની સાથે ભોગવાય છે. તે વખતે વિપાકોદયવાળી પ્રકૃતિ અને પ્રદેશોદયવાળી પ્રકૃતિ બન્નેના દલિકો ભોગવાય છે, પણ વિપાકોદયવાળી પ્રકૃતિના દલિકોના ફળનો જીવને અનુભવ થાય છે અને પ્રદેશોદયવાળી પ્રકૃતિના દલિતોના ફળનો જીવને અનુભવ થતો નથી. દા.ત. મનુષ્યગતિમાં રહેલા જીવને મનુષ્યગતિ નામકર્મનો વિપાકોદય હોય છે. તે વખતે બાકીના ત્રણ ગતિનામકર્મોના જે દલિકોનો અબાધાકાળ પૂર્ણ થઇ ગયો છે, તે તિબુકસંક્રમથી મનુષ્યગતિ નામકર્મમાં સંક્રમીને ભોગવાય છે, એટલે કે તેમનો ત્યારે પ્રદેશોદય હોય છે. આમ તે વખતે ચારે ગતિનામકર્મો ભોગવાય છે પણ જીવને અનુભવ માત્ર મનુષ્યગતિ નામકર્મનો જ થાય છે, બાકીના ત્રણ ગતિનામકર્મોનો નહી. પ્રદેશોદય આયુષ્ય સિવાયના ૭ કર્મોનો થાય છે. આયુષ્યકર્મનો પ્રદેશોદય થતો નથી.
© C૧૨૪D) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન..