________________
પાડવાથી, પીઠ થાબડવાથી, હાથ-મુખના સારા હાવ-ભાવ કરવાથી
શુભ કાર્યની કાયાથી અનુમોદના થાય છે. ૨) અશુભ કાર્યોની અનુમોદના – અશુભ કાર્યોની અનુમોદના પણ
આ જ ત્રણ રીતે થાય છે૧. મનથી – અશુભ કાર્ય કરતી વખતે અને કર્યા પછી આનંદ થાય તે મનથી અશુભ કાર્યની અનુમોદના થઇ. ૨. વચનથી – અશુભ કાર્ય કરતી વખતે અને કર્યા પછી વચનથી પ્રશંસા કરવી, ગાવું, ચિચિયારીઓ પાડવી તે વચનથી અશુભ કાર્યની અનુમોદના થઇ. ૩. કાયાથી -અશુભ કાર્ય કરતી વખતે કે કર્યા પછી હસવું, તાળી પાડવી, પીઠ થાબડવી, નાચવું, કૂદવું તે કાયાથી અશુભ કાર્યના
અનુમોદના છે. પશ્ચાત્તાપ-ગઈ પણ બે પ્રકારના છે ૧) શુભ કાર્યોના પશ્ચાત્તાપગહ અને ૨) અશુભ કાર્યોના પશ્ચાત્તાપ-ગોં.
૧) શુભ કાર્યોના પશ્ચાત્તાપ-ગર્તા – તે ત્રણ રીતે થાય છે
૧. મનથી – શુભ કાર્ય કરતી વખતે કે કર્યા પછી નારાજ થવું, મનમાં દુર્ગાન થાય તે મનથી શુભ કાર્યના પશ્ચાત્તાપ-ગર્તા થયા. ૨. વચનથી – શુભ કાર્ય કરતી વખતે કે કર્યા પછી ‘આમ ન કર્યું હોત તો સારું થાત' વગેરે ખરાબ વચનો બોલવા તે વચનથી થતા શુભ કાર્યના પશ્ચાત્તાપ-ગહ છે. ૩. કાયાથી - શુભ કાર્ય કરતી વખતે કે કર્યા પછી મોઢું બગાડવું, લમણે હાથ મૂકી બેસવું, માથું કૂટવું, ખરાબ હાવ-ભાવ કરવા, રડવું,
નસાસા નાખવા તે કાયાથી થતા શુભ કાર્યના પશ્ચાત્તાપ- ગર્તા છે. ૨) અશુભ કાર્યોના પશ્ચાત્તાપ-ગર્તા – તે ત્રણ રીતે થાય છે
૧. મનથી – અશુભ કાર્ય કરતી વખતે કે કર્યા પછી ખેદ કરવો, ઉદાસ થવું, મનમાં પસ્તાવું તે મનથી થતા અશુભ કાર્યોના પશ્ચાત્તાપ-ગહ છે. -
વિશ્વસંચાલનનો મૂલાધાર
૧૨૧
)