SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬) પંચવર્ણ પુષ્પોની જાનુ પ્રમાણ વૃષ્ટિ - અષ્ટપ્રાતિહાર્યમાંથી જાણી લેવું. ૧૭) કેશ, રોમ, દાઢી અને નખનું કદી ન વધવું – પરમાત્મા જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે જ દેવેન્દ્ર સ્વયં આગળ આવી વજ વડે વાળ, રૂંવાટી દાઢી અને નખ વગેરેમાં વધવાની શક્તિને કુંઠિત કરી દે છે. એક હજામનું કાર્ય ઇન્દ્ર સ્વયં કરે, આ પ્રભુના મહિમા અને ઇન્દ્રની અદ્ભુત ભક્તિનું દ્યોતક છે. ચાર અતિશય જન્મથી હોય છે, બાકીના કેવળજ્ઞાન સમયથી થાય છે, આ એક જ અતિશય પરમાત્માના દીક્ષા સમયથી હોય છે. તેમજ બધા અતિશયો બહારથી ભક્તિના છે, આ એક જ અતિશય સીધો પરમાત્માની કાયા સાથે સંબંધ ધરાવે છે. પરમાત્માના ત્રણ રૂપ કરવા તે પણ દેવતા સીધેસીધા બહારથી કરે છે. ફક્ત અહીં પ્રભુના શરીર સાથે જોડાયેલા કેશાદિની વૃદ્ધિને સ્થિર કરવાની વાત છે. ૧૮) ઓછામાં ઓછા એક કરોડ દેવતાનું સદા સાથે હોવું - કેવળજ્ઞાન ઉત્પન્ન થતાંની સાથે જ પ્રભુજીની સેવામાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ સાથે જ રહે છે. તે સિવાય સમ્યગ્દર્શનની નિર્મલતા માટે અને સંશયોના નિરાકરણ માટે દેવતાઓની આવનજાવન સતત ચાલુ જ હોય છે. તેવી જ રીતે તે-તે પ્રદેશના વિશિષ્ટ બુદ્ધિમાન, અગ્રગણ્ય ગણાતા પુરુષો પણ પરમાત્માની પાસે સદા આવ-જા કરતા હોય છે. કેટલાક ભક્તિવંત વ્યક્તિઓ તો પરમાત્માને કાયમ હાથ જોડીને જ સાથેને સાથે બેસતા હોય છે. દિગંબર પરંપરામાં તો “ગાઢ ભક્તિમાં આસક્ત, હાથ જોડેલા, વિકસિત મુખકમળવાળા જનસમૂહો પ્રત્યેક તીર્થકરને વીંટળાઇને ઘેરીને રહેલા હોય છે. તેને ચતુર્થ મહાપ્રાતિહાર્ય ગણાવવામાં આવ્યો છે (તિલોયપણત્તિ) ૧૯) ઋતુઓ અને ઇન્દ્રિયોની અનુકૂળતા - વસંત વગેરે છ એ છે ઋતુઓ પોતપોતાની ઉત્તમ સામગ્રીથી સદા અનુકૂળ થાય છે. તેવી જ રીતે મનોહર રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને વર્ણરૂપ ઇન્દ્રિયની સામગ્રીઓ જ આવી મળે છે અને અણગમતા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને વર્ણ રૂપ ઇન્દ્રિયની સામગ્રીઓનો અભાવ થાય છે. એટલે કે શબ્દના ક્ષેત્રે વીણા-વેણુ-મૃદંગના શબ્દો-“જય પામો, ઘણું જીવો' વગેરે પ્રશસ્ત ઉચ્ચારો જ સંભળાય પરંતુ રૂદન વગેરેના કરૂણ તથા - ૪૭
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy